મોરબી યદુનંદન ગૌશાળામાં રહેતા બિનવારસી યુવાનનું મોત, ઉંચી માંડલ ગામે આધેડનું મોત
SHARE
મોરબી યદુનંદન ગૌશાળામાં રહેતા બિનવારસી યુવાનનું મોત, ઉંચી માંડલ ગામે આધેડનું મોત
મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ યદુનંદન ગૌશાળા ખાતે રહેતા યુવકને ટીબીની બીમારી હોય તેને કચ્છમાંથી અત્રે લાવવામાં આવ્યો હતો.અહીં સારવાર દરમિયાન તેનું મોત નિપજેલ છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ પટેલ પાસેથી મળતી માહિતી પ્રમાણે, મોરબીના લીલાપર રોડ ઉપર આવેલી યદુનંદન ગૌશાળા ખાતે રહેતો બીરસિંગ નામનો ૩૦ વર્ષનો યુવાન ટીબીની બીમારીથી પીડાતો હોય તેને સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.જો કે તેના કોઈ વાલીવારસ ન હોય તેના વાલીવારસને શોધવા તજવીજ કરવામાં આવી હતી.જેમાં સામે આવ્યું હતું કે તે કચ્છમાં હતો અને કચ્છમાંથી કોઈ સંસ્થા દ્વારા તેને અત્રે મૂકી જવામાં આવ્યો હતો.જો કે તેના કોઈ વાલી વારસ હાલ મળી આવેલા ન હોય અને બીમારી સબબ બીરસિંગ નામના ૩૦ વર્ષના યુવાનનું મોત થયુ હોવાનું પોલીસે જણાવેલ છે.તે રીતે જ મોરબીના હળવદ રોડ ઉપર આવેલા ઊંચી માંડલ ગામ પાસે રહેતા અચ્છેલાલ બિરજાભાઈ શર્મા નામના ૫૪ વર્ષીય આધેડ ઘરે કોઈ કારણોસર મરણ જતા તેમના ડેડબોડીને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી.હાલ આ બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલ દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી રહી છે.
મારામારીમાં ઈજા થતા સારવારમાં
મોરબી હળવદ રોડ ઉપર ઉંચી માંડલ ગામ પાસે સીરામીકના કારખાનામાં રહી મજૂરી કામ કરતાં કરણ ચમાડિયાભાઈ સોલંકી નામના ૨૦ વર્ષના યુવાનને મારામારીમાં ઈજા થતા સારવાર માટે ખસેડાયો હતો.તેમજ ઉંચી માંડલ ગામ પાસે રહેતા ભગવાનસિંગ ગંગારામસિંગ નામના ૪૫ વર્ષના યુવાનને પણ ગામ નજીક થયેલ મારામારીમાં ઇજાગ્રસ્ત હાલતમાં અત્રે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના વાંકડા ગામ ખાતે રહેતા પ્રકાશ સરદારભાઈ બામણીયા નામના ૧૮ વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઇજા થતાં સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબીના માળિયા હાઇવે ઉપર લક્ષ્મીનગર ગામ પાસે આવેલ ભાગ્યલક્ષની હોટલ નજીક રહેતા એક અજાણ્યા ૨૪ વર્ષના યુવાનને નશાની હાલતમાં સીડી ઉપર ચડતા સમયે પડી જવાથી ઇજા પામેલ હાલતમાં ૧૦૮ વડે સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.હોસ્પિટલ તરફથી બનાવની જાણ કરાતા તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા આ બાબતે તપાસ ચલાવી રહ્યા છે.
મહિલા સારવારમાં
મોરબીના સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ નજીક આવેલ ફ્લોરા હોમ્સ નજીકથી બાઈકના પાછળના ભાગે બેસીને જતા કંચનબેન ચંદુભાઈ પટેલ (ઉમર ૩૭) રહે.બાવળા નું બાઈક સ્લીપ થઇ જતા નીચે પડી ગયા હતા.જેથી ઇજા પામતા ખાનગી હોસ્પિટલએ સારવાર માટે ખસેડાયા હતા.બનાવને પગલે સીટી બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.