મોરબી યદુનંદન ગૌશાળામાં રહેતા બિનવારસી યુવાનનું મોત, ઉંચી માંડલ ગામે આધેડનું મોત
મોરબી પાલિકાના પૂર્વ ચેરમેને રક્તદાન કરીને જન્મદિવસની ઉજવ્યો
SHARE
મોરબી પાલિકાના પૂર્વ ચેરમેને રક્તદાન કરીને જન્મદિવસની ઉજવ્યો
મોરબીમાં ઘણા લોકો પોતાના જન્મદિવસની ઉજવણી સેવાકીય કામ કરીને કે પછી અન્ય લોકોને મદદરૂપ બનીને કરતાં હોય છે તેવું ઘણી વખત જોવા મળતું હોય છે ત્યારે મોરબી નગરપાલિકાના પૂર્વ ચેરમેન આસિફભાઇ રહીમભાઈ ઘાંચી દ્વારા તાજેતરમાં તેમનો જન્મદિવસ હતો જેથી તેમણે મોરબી સંસ્કાર બ્લડ બેન્ક ખાતે રક્તદાન કર્યું હતું અને તેની સાથે અન્ય લોકોએ પણ રક્તદાન કર્યું હતું અને આમ રક્તદાન કરીને અન્ય જરૂરિયાત મંદ વ્યક્તિને જરૂર પડે ત્યારે રક્ત મળી રહે તેવી ભાવના સાથે રક્તદાન કરવામાં આવ્યું હતું અને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી જે અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બની શકે તેમ છે.