વાંકાનેરમાં સ્મશાનમાં દારૂ પીતા શખ્સોએ મારજુડ કરીને ત્રાસ આપતા આધેડે કર્યો આપઘાત: 6 સામે ફરિયાદ મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત માળીયા (મી)ના વેજલપર ગામે કેનાલના પાણીમાં ડૂબી જતા વૃદ્ધનું મોત: કુંતાસી ગામે ઝેરી દવા પી ગયેલ વૃદ્ધનું સારવારમાં મોત મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં સનાળા રોડ આવેલ સેવા એ જ સંપતિની ઓફિસમાં ઘૂસીને ત્રણ શખ્સોએ કરી તોડફોડ !


SHARE









મોરબીમાં સનાળા રોડ આવેલ સેવા એ જ સંપતિની ઓફિસમાં ઘૂસીને ત્રણ શખ્સોએ કરી તોડફોડ !

મોરબીના સનાળા રોડ ઉપર સમયના ગેટ પાસે આવેલ શોપિંગમાં સેવા એ જ સંપત્તિની ઓફિસ આવેલી છે અને તે ઓફિસમાં કર્મચારીઓ હાજર હતા ત્યારે ત્રણ શખ્સો ઓફિસમાં આવ્યા હતા અને ત્યાં ગાળો બોલવા લાગ્યા હતા અને તે ત્રણેય શખ્સોને ગાળો બોલવાની ના પાડતા તેણે ઓફિસના સ્ટાફ સાથે બોલાચાલી કરી હતી અને તે પૈકીના એક શખ્સે લાકડાના ધોકા વડે ઓફિસમાં પડેલ વસ્તુઓમાં ધોકા મારીને તોડફોડ કરી હતી તેમજ ઓફિસમાં હાજર રહેલા કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી જેથી ફરીયાદ નોંધાયેલ છો જો કે, કેટલા પ્રશ્નોના જવાબ તો આરોપી પકડાશે પછી જ સામે આવશે તેવુ ચર્ચાઇ રહ્યુ છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના વાઘપરા વિસ્તારમાં રહેતા નિકુંજભાઈ ધીરજલાલ બાવરવા (26) એ મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે હાલમાં જયેશ તુલસીભાઈ કાસુન્દ્રા રહે. મોરબી, પ્રકાશ નરભેરામભાઈ ભૂત રહે. મોરબી અને એક અજાણ્યો શખ્સ આમ કુલ ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબીના સનાળા રોડ ઉપર સ્કાય મોલની સામેના ભાગમાં આવેલ કોમ્પલેક્ષમાં સેવા એ જ સંપત્તિ નામની ઓફિસ આવેલ છે જેમાં તે નોકરી કરે છે અને શનિવારે બપોરના પોણા બે વાગ્યાના અરસામાં ફરિયાદી તથા તે ઓફિસમાં કામ કરતા ફિરોજભાઈ સુમરા જમવા માટે બેઠા હતા ત્યારે અચાનક તેઓની ઓફિસમાં જયેશ કાસુન્દ્રા, પ્રકાશ ભુત સહિત ત્રણેય શખ્સ આવ્યા હતા અને જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગ્યા હતા જેથી કરીને તેને ગાળો બોલવાની ના પાડતા આ ત્રણેય શખ્સો ઉશ્કેરાય ગયા હતા અને ફરિયાદી સહિત બંનેને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ત્યારબાદ જયેશ કાસુન્દ્રાએ લાકડાના ધોકા વડે ઓફિસમાં પડેલી વસ્તુઓમાં ધોકા મારીને તોડફોડ કરી હતી ત્યારબાદ જતા જતા આ ત્રણેય શખ્સોએ કહ્યું હતું કે "બીજી વાર આવી ત્યારે તમને અહીં જીવતા નહી રહેવા દઈ" તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને આ બનાવ અંગેની ફરિયાદીએ કુલદીપભાઈ તથા બંસીભાઈને ફોનથી જાણ કરી હતી અને ત્યારબાદ સેવા એ જ સંપત્તિની ઓફિસમાં કામ કરતા કર્મચારીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે જોકે જે ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો છે તે ઓફિસમાં શા માટે થઈને આવ્યા હતા ?, કોને મળવા માટે થઈને આવ્યા હતા ?, શા માટે થઈને તેઓ ગાળો બોલતા હતા ? અને શા માટે તેમના દ્વારા ઓફિસમાં તોડફોડ કરવામાં આવી છે ? તે બાબતનો કોઈ પણ પ્રકારનો સ્પષ્ટ ઉલ્લેખ હાલમાં નોંધાયેલી ફરિયાદમાં નથી જોકે આરોપીઓને પોલીસ દ્વારા પકડવામાં આવશે ત્યારબાદ આ બાબતની સ્પષ્ટતા થાય તેવું હાલમાં દેખાઈ રહ્યું છે.




Latest News