મોરબીમાં સનાળા રોડ આવેલ સેવા એ જ સંપતિની ઓફિસમાં ઘૂસીને ત્રણ શખ્સોએ કરી તોડફોડ !
મોરબીમાં જૂના ઝઘડાનો ખાર રાખીને ત્રણ શખ્સોએ યુવાન ઉપર કર્યો છરી વડે હુમલો
SHARE
મોરબીમાં જૂના ઝઘડાનો ખાર રાખીને ત્રણ શખ્સોએ યુવાન ઉપર કર્યો છરી વડે હુમલો
મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા યુવાન સાથે અગાઉ થયેલ બોલાચાલી અને ઝઘડાનો ખાર રાખીને ગેસ્ટ હાઉસ રોડ ઉપરથી ત્રણ શખ્સો દ્વારા યુવાન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારે તે યુવાનને ઢીકાપાટુ અને છરીના પેડુ તેમજ બેઠકના ભાગે ઘા મરવામાં આવ્યા હતા જેથી યુવાને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારમાં હાઉસિંગ બોર્ડ બ્લોક નં- 49 હનુમાનજીના મંદિર વાળી શેરીમાં રહેતા રફીકભાઈ ઉમરભાઈ સુમરા (29)એ હાલમાં એજાજ નુરમામદ જામ, રફીક નુરમામદ અને એક અજાણ્યો શખ્સ આમ કુલ ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, અગાઉ તેને રફિકભાઈ નુરમામદ સાથે બોલાચાલી અને ઝઘડો થયો હતો તે બાબતનો ખાર રાખીને ત્રણેય આરોપીઓ મોરબીના ગેસ્ટ હાઉસ રોડ ઉપર સીપીઆઈ ચોક નજીક ડીલક્ષ પાન પાસે ફરિયાદી હતો ત્યાં આવ્યા હતા અને ત્યારે એજાજ અને રફીકે તેના બાઈકમાંથી છરી કાઢીને ફરિયાદી સાથે ઝપાઝપી કરીને ઢિકાપાટુનો માર માર્યો હતો અને ત્યારે એજાજે તેના હાથમાં રહેલ છરી વડે ફરીયાદીને પેડુના ભાગે છરીનો ઘા માર્યો હતો અને રફીકે તેના હાથમાં રહેલ છરી વડે ફરિયાદીને બેઠકના ભાગે છરીનો ઘા માર્યો હતો અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે