મોરબીમાં જૂના ઝઘડાનો ખાર રાખીને ત્રણ શખ્સોએ યુવાન ઉપર કર્યો છરી વડે હુમલો
મોરબીની રામકો વિલેજ સોસાયટીમાં પાણી આપવાનો ખાર રાખીને વૃદ્ધાને પથ્થરના છૂટા ઘા ઝીકયા !
SHARE
મોરબીની રામકો વિલેજ સોસાયટીમાં પાણી આપવાનો ખાર રાખીને વૃદ્ધાને પથ્થરના છૂટા ઘા ઝીકયા !
મોરબી નજીક આવેલ રામકો વિજેલ સોસાયટીમાં રહેતા વૃદ્ધાએ બે મહિના પહેલા એક મહિલાને પાણીની જરૂરિયાત હોય સંયુક્ત બોરમાંથી પાણી આપ્યું હતું જે બાબતે તેના પતિ સાથે બોલાચાલી કરવામાં આવી હતી ત્યાર બાદ તે બાબતનો ખાર રાખીને વૃદ્ધાના પતિ અને દીકરો બહાર હતા ત્યારે વૃદ્ધના ઘરમાં આવીને પથ્થરના છૂટા ઘા માર્યા હતા અને બેફામ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ વૃદ્ધાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઘૂટું ગામે નજીક આવેલ રામકો વિલેજ સોસાયટીમાં રહેતા જોસનાબેન પ્રવીણભાઈ જોશી (60)એ અશ્વિન બાવાજી રહે. રામકો વિલેજ સોસાયટી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, બે મહિના પહેલા તેઓની શેરીમાં રહેતા રામબાઈને પાણીની જરૂરિયાત હોય તેઓએ સંયુક્ત બોરમાંથી રામબાઈને પાણી આપ્યું હતું જે બાબતે અગાઉ ફરિયાદીના પતિ પ્રવીણભાઈ સાથે આરોપીએ બોલાચાલી કરેલ હતી અને ત્યારબાદ તે બાબતનો ખાર રાખીને ગઈકાલે ફરિયાદીના પતિ અને દીકરો બહાર ગયા હતા ત્યારે ફરિયાદીના ઘરમાં પ્રવેશ કરીને પથ્થરના છૂટા ઘા કરીને વૃદ્ધાને ઇજા કરી હતી અને બેફામ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી જેથી ભોગ બનેલ વૃદ્ધાએ સારવાર લીધા બાદ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે