મોરબીની રામકો વિલેજ સોસાયટીમાં પાણી આપવાનો ખાર રાખીને વૃદ્ધાને પથ્થરના છૂટા ઘા ઝીકયા !
મોરબી નજીક ડમ્પર ચાલકે રિક્ષાને ટક્કર મારતા અકસ્માત: ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં
SHARE
મોરબી નજીક ડમ્પર ચાલકે રિક્ષાને ટક્કર મારતા અકસ્માત: ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં
મોરબીના રાજકોટ કંડલા બાયપાસ રોડ ઉપર અમરેલી ગામના પાટિયા નજીક રીક્ષાને ડમ્પર ચાલકે પાછળથી ટક્કર મારી હતી જેથી અકસ્માત થયો હતો જેમાં રીક્ષા ચાલક યુવાનને મોઢા, જડબા, માથા અને જીભમાં ઇજા થયેલ હતી તેમજ સાહેદને માથામાં હેમરેજ જેવી ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા ત્યાર બાદ રીક્ષા ચાલકે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ કુલીનગરમાં રહેતા અબ્દુલભાઈ હુસેનભાઇ કટિયા (46)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ડમ્પર નંબર જીજે 3 બીવાય 5621 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, રાજકોટ કંડલા બાયપાસ રોડ ઉપર અમરેલી ગામના પાટીયા પાસેથી તેઓ પોતાની રીક્ષા નંબર જીજે 36 યુ 2364 લઈને જઈ રહ્યા હતા ત્યારે ડમ્પર ચાલકે તેઓની રીક્ષાને પાછળથી ટક્કર મારી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં ફરિયાદીને મોઢા, જડબા, માથા અને જીભમાં ઇજા થયેલ હતી અને રીક્ષામાં બેઠેલા સાહેદને માથામાં ઇજા થવાથી તેને આઠ ટાંકા આવ્યા હતા જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ડમ્પર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.