મોરબીની દીકરીને વધુ કરિયાવર લાવવા દબાણ કરનારા અમદાવાદમાં રહેતા પતિ સહિત પાંચ સામે ફરિયાદ
વાંકાનેરમાં વીજ કંપનીના કર્મચારીના ઘરમાંથી રોકડ-દાગીના મળીને 50,300 ના મુદામાલની ચોરી
SHARE
વાંકાનેરમાં વીજ કંપનીના કર્મચારીના ઘરમાંથી રોકડ-દાગીના મળીને 50,300 ના મુદામાલની ચોરી
વાંકાનેર શહેરમાં આવેલ બ્રહ્મ સમાજ સોસાયટીમાં રહેતા યુવાનના રહેણાંક મકાનને તસ્કરે નિશાન બનાવ્યું હતું અને તેના ઘરમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળીને 50,300 ની કિંમતનો મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાને અજાણ્યા શખ્સની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેરમાં આવેલ બ્રહ્મ સમાજ સોસાયટીમાં રહેતા અને પીજીવીસીએલમાં ફરજ બજાવતા દિવ્યેશભાઈ જગદીશભાઈ જાની (36)એ અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, તેઓના ઘરની અંદર કોઈ અજાણ્યા શખ્સે પ્રવેશ કરીને ઘરના દરવાજાનું તાળું તોડીને કબાટ ખોલ્યો હતો અને સોના ચાંદીના દાગીના જેમાં સોનાની બુટ્ટી એક જોડી, સોનાનો ચેન, એક ચાંદીના વરખવાળા સોનાના પાટલા એક જોડી, સોનાની માળા એક તથા ગલ્લા અને પર્સમાં રહેલા રોકડા 10,000 રૂપિયા અને એક મોબાઈલ ફોન આમ કુલ મળીને 50,300 રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.