મોરબીના લીલાપર ગામે ખેતર પાસે ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા વૃદ્ધનું મોત
SHARE
મોરબીના લીલાપર ગામે ખેતર પાસે ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા વૃદ્ધનું મોત
મોરબી નજીકના લીલાપર ગામની સ્થિતિમાં ખેતર પાસે ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા વૃદ્ધનું મોત નીપજયું હતું જેથી તેને મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લીલાપર ગામે રહેતા રમેશભાઈ બચુભાઈ દેથરીયા (56) લીલાપર ગામની સીમમાં આવેલ ધારિયા તરીકે ઓળખાતા ખેતરમાં હતા ત્યારે તેઓને પગે ઇલેક્ટ્રિક શોર્ટ લાગ્યો હતો જેથી કરીને તેમનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની વધુ તપાસ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે
એક બોટલ દારૂ
હળવદ માળિયા હાઇવે રોડ ઉપર ત્રણ રસ્તા પાસેથી પસાર થઈ રહેલા બાઇક નંબર જીજે 36 એજી 4189 ને રોકીને પોલીસે બાઈક ઉપર જઈ રહેલા શખ્સને ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી 562 ની કિંમતની દારૂની બોટલ અને 30,000 રૂપિયાની કિંમતનું બાઈક આમ કુલ મળીને 30,562 રૂપિયાની કિંમતમાં મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી મુકેશ લાલજીભાઈ દઢાણીયા (30) રહે. રણછોડગઢ તાલુકો હળવદ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.