મોરબીના બાયપાસ રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા વૃદ્ધનું મોત
હળવદના ડુંગરપુર ગામે બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલા આધેડનું સારવારમાં મોત
SHARE








હળવદના ડુંગરપુર ગામે બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલા આધેડનું સારવારમાં મોત
હળવદ તાલુકાના ડુંગરપુર ગામની સીમમાં આધેડે મગજની બીમારીથી કંટાળીને પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને પ્રાથમિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જે બનાવની હળવદ તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના ડુંગરપુર ગામે રહેતા ભાનુભાઈ બાબુભાઈ આંકડીયા (50) નામના આધેડએ પોતે પોતાની વાડીએ હતા ત્યારે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ આ બનાવની હળવદ તાલુકા પોલીસને સરકારી હોસ્પિટલ મારફતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતકને મગજની બીમારી હોવાના લીધે મનોમન લાગી આવતા તેને પોતે પોતાની જાતે ઝેરી દવા પીધી હતી જેથી તેને સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું તેવું જાણવા મળેલ છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
