મોરબીના નવલખી રોડે કાચા-પાકા દબાણો ઉપર બુલડોઝર ફેરવી દીધું: ગેરકાયદે મકાનોને અપાશે નોટિસ મોરબી તાલુકા વિસ્તારમાં આંટાફેરા કરતો દીપડો ચકમપર ગામેથી પાંજરે પુરાયો મોરબીના આમરણ પાસે ખાનગી બસ પલ્ટી જતા મહેસાણાથી દ્વારકા પુનમ નિમિતે દર્શને જતાં 35 પૈકીનાં 17 સ્ત્રી-પુરૂષોને ઇજા થતાં સારવારમાં માળીયા (મી)ના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરણીતાનું સારવાર દરમ્યાન મોત વાંકાનેરમાં ટ્રેન આડે પડતું મૂકીને આધેડે જીવન ટૂંકાવ્યું વાંકાનેરની મીલ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સ પકડાયા મોરબી OSEM CBSE સ્કુલના કોમર્સના વિદ્યાર્થીઓએ બેંકની મુલાકાત લીધી વાંકાનેરની જામસર ચોકડી પાસે ડમ્પર ચાલકે અકસ્માત સર્જીને માસૂમ બાળકનું મોત નીપજાવ્યું: ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં માવતરના ઘરે રહેતી પરિણીતાએ મારકૂટની પતિ સહિત ત્રણ સામે નોંધાવી ફરિયાદ


SHARE













વાંકાનેરમાં માવતરના ઘરે રહેતી પરિણીતાએ મારકૂટની પતિ સહિત ત્રણ સામે નોંધાવી ફરિયાદ

વાંકાનેરના પંચાસર રોડ ઉપર જ્યોતિ વિદ્યાલયની બાજુમાં આવેલ ખોડીયાર સોસાયટીમાં માવતરના ઘરે રહેતી પરણીતાએ તેના પતિ, દિયર અને સાસુ સામે ઘરકામ બાબતે હેરાન પરેશાન કરતા હોવાની તેમજ શંકા વહેમ રાખી મેણા મારી અવારનવાર મારફૂટ કરતા હોવાની ફરિયાદ નોંધાવેલ છે જેથી મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ દુધરેજ ગામ વણકરવાસના રહેવાસી અને હાલમાં વાંકાનેરના પંચાસર રોડ ઉપર જ્યોતિ વિદ્યાલયની બાજુમાં ખોડીયાર સોસાયટીમાં રહેતા કંચનબેન સંજયભાઈ વાઘેલા (30)એ હાલમાં મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ સંજયભાઈ પરસોતમભાઈ વાઘેલાદિયર ચેતનભાઇ પરસોત્તમભાઈ વાઘેલા અને સાસુ કાંતાબેન પરસોતમભાઈ વાઘેલા રહે. બધા દુધરેજ ગામ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યુ છે કેતેના પતિ, સાસુ અને દિયર દ્વારા અવારનવાર નાની નાની બાબતોમાં તેમજ ઘરકામ બાબતે હેરાન કરવામાં આવે છે અને શંકા વહેમ રાખીને મેણા ટોણા મારવામાં આવે છે અને અવારનવાર મારકૂટ કરે છે આમ શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હોય ભોગ બનેલ પરણીતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે તેના પતિ સહિત ત્રણ સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.

જાહેરનામા ભંગના બે ગુના નોંધાયા

મોરબી તાલુકાના ટિંબડી ગામની સીમમાં માળીયા હાઇવે રોડ પર આવેલ ક્રિષ્ના કોમ્પલેક્ષમાં શ્રીરામ મોબાઈલ નામની દુકાન ભાડે આપવામાં આવી હતી અને ભાડા કરાર નહીં કરાવી ભાડુઆતની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી ન હતી જેથી કરીને દુકાનદાર વિક્રમભાઈ ધીરુભાઈ ચાવડા (49) રહે. છાત્રાલય રોડ આંબાવાડી પાર્ક મોરબી તેમજ પીપળી ગામની સીમમાં ટોકન આર્ટ ટાઇલ્સ પર પ્રિન્ટિંગના કારખાનામાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિકોની માહિતી નજીકના પોલીસ સ્ટેશનમાં આપી ન હતી અને ઓનલાઇન એપ્લિકેશનમાં શ્રમિકોની વિગત અપલોડ કરી ન હતી જેથી રવિભાઈ પ્રાણજીવનભાઈ કાસુન્દ્રા (28) રહે. પેસિફિક હાઈટ્સ પ્રમુખ રેસીડેન્સી રવાપર રોડ મોરબી વાળા સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાહેરનામા ભંગના જુદાજુદા ગુના નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News