વાંકાનેરમાં માવતરના ઘરે રહેતી પરિણીતાએ મારકૂટની પતિ સહિત ત્રણ સામે નોંધાવી ફરિયાદ
મોરબી: છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ આધેડનું મોત
SHARE
મોરબી: છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ આધેડનું મોત
મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલ લક્ષ્મીનગર ગામે રહેતા આધેડને ઘરે છાતીમાં દુખાવો ઉપડ્યો હતો.જેથી ખાનગી હોસ્પિટલએ સારવારમાં ખસેડાયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેઓનું મોત નિપજતા ડેડબોડીને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલએ લાવવામાં આવ્યુ હોય હાલ બનાવને પગલે તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરાયેલ છે.
મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે માળિયા હાઇવે ઉપર આવેલ લક્ષ્મીનગર ગામે રહેતા ચંદુભાઈ મગનભાઈ પાડલીયા નામના ૪૮ વર્ષના આધેડને ઘરે છાતીમાં દુખાવો ઉપડતા તેઓને અહીંની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.ત્યાં તેઓની સારવાર ચાલુ હતી દરમિયાનમાં તેઓનું મોત નીપજ્યું હતું.જેથી મૃતદેહને પીએમ માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે હાલ તાલુકા પોલીસ મથકના ચંદ્રસિંહ પઢિયાર આ બાબતે આગળની તપાસ ચલાવી રહ્યા છે.
યુવાન ઉપર હુમલો
મોરબીના જેતપર રોડ ઉપર પાવળીયારી કેનાલ નજીક આવેલ લીવાન્ટો પોર્સલીન સીરામીક નામના યુનિટના લેબર કવાટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતો રાહુલ ભાવેશભાઈ ઝાલા નામનો ૨૨ વર્ષનો યુવાન તા.૩-૨ ના રાત્રિના નવેક વાગ્યાના અરસામાં પાવળીયાળી જેતપર રોડ ઉપરથી જતો હતો.ત્યાં કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા તેને માર મારવામાં આવ્યો હતો.જેથી તેને સારવાર માટે ખસેડાયો હતો.હોસ્પિટલ તરફથી બનાવની તાલુકા પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા હાલ મારામારીના આ બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકના જીલુભાઇ ગોગરા વધુ તપાસ ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે.જ્યારે મોરબી તાલુકાના માનસર ગામે રહેતા મનોજભાઈ કેશુભાઈ નામના ૩૮ વર્ષના યુવાનને માનસર ગામે મારામારીના બનાવમાં ઇજાઓ થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે જાણ કરવામાં આવેલી હોય હાલ તાલુકા પોલીસ મથકના મહાવીરસિંહ ઝાલા દ્વારા મારામારીના બનાવ સંદર્ભે આગળની તપાસ શરૂ કરાઇ છે.
વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના શનાળા ગામ પાસે આવેલ રાજપર રોડ ઉપર સમર્પણ લેમીનેટ નામના કારખાનામાં રહીને મજૂરી કામ કરતા હેમરાજભાઈ નાથાભાઈ ગણાવા નામના ૬૫ વર્ષીય આધેડ રાજપર ગામ નજીક હતા ત્યાં તેઓને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી અહીંની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.હોસ્પિટલમાંથી જાણ કરવામાં આવતા અકસ્માતના આ બનાવ સંદર્ભે સ્ટાફના વી.ડી.ખાચર દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.