વાંકાનેર પાલિકાની 28 પૈકી 13 બેઠકમાં ઉમેદવાર બિનહરીફ વિજેતા 15 માં ચુંટણી: હળવદ પાલિકાની 28 બેઠકોમાં ચુંટણી યોજાશે
SHARE
મોરબી જિલ્લામાં વાંકાનેર અને હળવદ નગરપાલિકા માટે ચૂંટણી જાહેર કરવામાં આવી છે અને તેના માટેના ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા છે તેમાંથી ફોર્મ પર ખેંચવા માટેના દિવસે વાંકાનેર પાલિકામાંથી એક અને હળવદ પાલિકામાંથી બે ઉમેદવારી પત્રો ખેંચાયા છે જોકે વાંકાનેર પાલિકામાં જુદા જુદા વોર્ડમાંથી કુલ મળીને 28 પૈકીના 13 ઉમેદવારો બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે તેમાં ભાજપના સૌથી વધુ 11 ઉમેદવારો છે.
આગામી 16 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વર્ગની સ્વરાજની ચૂંટણી યોજવાની છે ત્યારે જો મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લામાં આવેલ હળવદ અને વાંકાનેર પાલિકાની ચૂંટણી જાહેર કરવામાં આવી છે જેમાં બંને પાલિકાની કુલ મળીને 56 બેઠકો માટે ચૂંટણી યોજવાની છે જોકે ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા ત્યારથી લઈને ઉમેદવારી પત્ર પાછા ખેંચવાના સમય સુધીમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું તે જોવા જઈએ તો વાંકાનેર નગરપાલિકા માટે કુલ મળીને 53 ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા.
જેમાંથી 7 ઉમેદવારી પત્રો રદ કરવામાં આવ્યા હતા જ્યારે 1 ઉમેદવારી પત્ર મંગળવારે પરત ખેંચવામાં આવ્યું છે. જેથી કરીને બાકી રહેલા 45 ઉમેદવારોમાંથી કુલ મળીને 13 ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે જેમાં સૌથી વધુ ભાજપના 11 ઉમેદવાર તથા કોંગ્રેસ અને બસપાના એક-એક ઉમેદવારનો સમાવેશ થાય છે જે વોર્ડમાંથી ઉમેદવારો બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે તેમાં વોર્ડ નંબર 1ના 4, વોર્ડ નંબર 5 ના 4 અને વોર્ડ નંબર 3 અને 7 માંથી 2-2 અને વોર્ડ નંબર 4:માંથી 1 ઉમેદવાર બિનહરીફ જાહેર થયેલ છે જોકે હવે બાકી રહેલી 15 બેઠકો માટે 32 ઉમેદવારો ચૂંટણીના જંગમાં છે.
હળવદ નગરપાલિકાની વાત કરીએ તો હળવદ નગરપાલિકા માટે કુલ મળીને 75 જેટલા આગેવાનો દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા તેમાંથી 3 ઉમેદવારી પત્રને રદ કરવામાં આવ્યા હતા અને 72 ઉમેદવારી પત્રને માન્ય રાખવામાં આવેલ છે જેમાંથી ઉમેદવારી પત્ર ખેંચવાના દિવસે કુલ 2 ઉમેદવારી પત્ર પાછા ખેંચવામાં આવ્યા છે જેમાં વોર્ડ નંબર 3 માંથી 1 અને વોર્ડ નંબર 6 માંથી 1 ઉમેદવારી પત્ર પાછું ખેંચવામાં આવ્યું છે જોકે હળવદ નગરપાલિકાની 28 બેઠકો માટે કુલ મળીને 70 જેટલા ઉમેદવારો ચૂંટણીના જંગમાં છે અને આ પાલિકાની તમામ બેઠક માટે મતદાન થવાનું છે જેથી હવે ચૂંટણી પ્રચારના ઉમેદવારો અને રાષ્ટ્રીય પક્ષ દ્વારા શ્રી ગણેશ કરવામાં આવશે.