...તો હળવદ તાલુકાનાં ૧૫ ગામમાં ખેડૂતો કરશે આગામી ચૂંટણીઓનો બહિષ્કાર
મોરબીમાં જાહેર માર્ગો ઉપરથી કતલખાના અને ઈંડાની લારી ખસેડવાની માંગ
SHARE
મોરબીમાં જાહેર માર્ગો ઉપરથી કતલખાના અને ઈંડાની લારી ખસેડવાની માંગ
મોરબી વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ, ગૌ રક્ષાની ટીમ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને જ્યારે ગુજરાતના અન્ય શહેરોમાં ઈંડા તથા નોનવેજની લારીઓ હટાવવાની કામગીરી થઇ રહી છે ત્યારે મોરબી શહેરમાં પણ જાહેર માર્ગોઉપર નોનવેજ તેમજ ઈંડાની લારીઓ હટાવવાની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે તદુપરાંત મોરબી શહેરમાં રેસિડેન્ટ વિસ્તારમાં તથા જાહેર માર્ગોપર કતલખાનાઓ બંધ કરવામાં આવે જેની સરકારને વારંવાર રજૂઆત કરવામાં આવી છે તો પણ કતલખાનાઓ હજુ પણ ચાલુ છે જેને પણ તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરીને અન્યત્ર ખસેડવામાં આવે તેવી પણ માંગ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ ગૌરક્ષક તેમજ દુર્ગાવાહિની દ્વારા માંગ કરવામાં આવી છે.