દિલ્હીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતા કચ્છના સાંસદે વડાપ્રધાનને આપ્યા અભિનંદન
મોરબી નજીક ટેન્કરમાંથી પ્રોપેન ગેસની ચોરીના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ કરીને જેલ હવાલે કરાયો
SHARE









મોરબી નજીક ટેન્કરમાંથી પ્રોપેન ગેસની ચોરીના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ કરીને જેલ હવાલે કરાયો
મોરબીના ગાળા નજીક આવેલ હોટલ ભાડે રાખનાર, ઓઇલ મીલના કબ્જેદાર તથા ટેન્કર ચાલક દ્વારા ટેન્કરમાં રહેલ પ્રોપેન ગેસને ચોરી કરવામાં આવી રહી હતી જેનો તાલુકા પોલીસની ટીમ દ્રારા રેડ કરીને પર્દાફાશ કરવામાં આવેલ હતો અને ત્યારે 26.57 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો આ ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ કરીને પોલીસે તેને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરેલ છે.
મોરબી તાલુકા પોલીસની ટીમે થોડા સામ્ય પહેલા ગાળા ગામની સીમમાં આવેલ સુખસાગર હોટેલના કંપાઉન્ડમાં રેડ કરી હતી ત્યારે પ્રોપેન ગેસના ટેન્કરમાંથી લોકોની જિંદગી જોખમાય તે રીતે ગેસ કટીંગ કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે ત્યારે ટેન્કર એનએલ ૧ એલ ૫૪૬૫ નો ચાલક, હોટલ ભાડે રાખનાર સહિતના સામે ગુનો નોંધાયેલ હતો. ત્યારે ટેન્કર સહિત કુલ મળીને 26.57 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ ગુનામાં પોલીસે અગાઉ એક આરોપીને પકડીને કાર્યવાહી કરી હતી ત્યાર બાદ આ ગુનામાં તપાસનીસ અધિકારી એસ.એન. સગારકા અને તેની ટીમે જયેશભાઇ દેવાયતભાઈ બરારિયા (32) રહે. જૂના નાગડાવસ તાલુકાઓ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને આ આરોપીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરેલ છે. તેવી માહિતી પીએસઆઈ પાસેથી જાણવા મળેલ છે.
