મોરબી નજીક ટેન્કરમાંથી પ્રોપેન ગેસની ચોરીના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ કરીને જેલ હવાલે કરાયો
મોરબીના નજરબાગ પાસે તથા માળીયા (મિં.) ના વાધરવા પાસે ટ્રેન અકસ્માતમાં ઘવાયેલા બે યુવાનો રાજકોટ ખસેડાયા
SHARE









મોરબીના નજરબાગ પાસે તથા માળીયા (મિં.) ના વાધરવા પાસે ટ્રેન અકસ્માતમાં ઘવાયેલા બે યુવાનો રાજકોટ ખસેડાયા
મોરબીમાં ટ્રેન અકસ્માતના બે બનાવ બન્યા હતા.જેમાં મોરબીના સામાકાંઠે નજરબાગ પાસે આવેલ વિસ્તારમાં રેલ્વેના ટ્રેક ઉપર યુવાનને ટ્રેન અથડામણમાં ઈજા થતાં હાલ રાજકોટ ખસેડાયો છે અને તે હાલ બેભાન હોવાનું જાણવા મળે છે.તે રીતે જ માળિયા મિંયાણાના વાધરવા નજીક ચાલુ ટ્રેનએ નીચે પડી જતા ઈજા પામેલ યુવાનને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.
આ બાબતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠે આવેલ સોઓરડી વિસ્તારમાં રહેતા વિજયભાઇ નાગજીભાઈ સોલંકી નામના ૩૫ વર્ષના યુવાનને નજરબાગ રેલ્વે સ્ટેશન નજીક રેલ્વેના પાટા ઉપર ટ્રેન અકસ્માતમાં ઇજા થઈ હતી. જેથી ૧૦૮ વડે સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો અને હાલ અત્રેથી પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે.જે અંગે હાલ બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા આગળની તપાસ ચલાવી રહ્યા છે. તેમજ ટ્રેન અકસ્માતનો બીજો બનાવ માળીયા મિંયાણાના વાધરવા ગામ પાસે બન્યો હતો.જ્યાં વાધરવા ગામ પાસે આવેલ નવકાર કંપની પાસે તા.૫-૨ ના રોજ આઠેક વાગ્યાના અરસામાં ચાલુ ટ્રેનએ ટ્રેનમાંથી નીચે પડી જતા ભોલાપ્રસાદ ગેમાપ્રસાદ (ઉમર ૨૧) રહે.મહારાજગંજ ઉત્તરપ્રદેશ ને ગંભીર ઇજાઓ થઈ હતી.જેથી ૧૦૮ વડે તેને મોરબીની સિવિલ હોસ્પિટલએ સારવાર માટે લાવવામાં આવ્યો હતો.અત્રે પ્રાથમિક સારવાર આપીને તેને પણ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હોય બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયાએ પ્રાથમિક તપાસ કરી હતી અને આગળની તપાસ માટે માળિયા(મિં.) પોલીસમાં જાણ કરી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી
મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા તાલુકાના હરીપર (કેરાળા) ગામ પાસે વોચ ગોઠવવામાં આવી હતી અને ત્યાંથી નીકળેલ વાહન નંબર જીજે ૩૬ વી ૫૫૨૧ ને અટકાવી તેમાં ભરવામાં આવેલ ગેરકાયદેસર ખનીજ (રેતી) બાબતે આધાર પુરાવા માંગવામાં આવ્યા હોય જે ડ્રાઇવર પાસે ન હોય હાલ દંડ વસુલવાની કાર્યવાહી માટે વાહન સીઝ કરીને મોરબી તાલુકા પોલીસ હવાલે કરવામાં આવ્યું હતું.તેમજ મોરબી ખાણ ખનીજ વિભાગના સ્ટાફ દ્વારા ખારચિયા ગામની સીમમાંથી ડમ્પર નંબર જીજે ૩ બીવાય ૭૩૧૬ ના ડ્રાઇવર શત્રુભાઇ શર્મા રહે.રોણકી રાજકોટ ના ડમ્પરમાં ભરેલ રેતી બાબતે આધાર પુરાવા માંગવામાં આવ્યા હતા તે ઉપરાંત ત્યાંથી મળી આવેલ હિટાચી મશીન કે જે ખોદકામ કરતા મળી આવ્યું હોય તેના ડ્રાઇવર સુનિલકુમાર નંદલાલ પ્રસાદ બંને પાસેથી દંડ વસૂલવા માટે વાહનો જપ્ત કરીને પોલીસ સ્ટેશન હવાલે કરવામાં આવ્યા હતા.તેમ પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.તેમજ મોરબી બાયપાસ કાઠીયાવાડ હોટલ નજીકથી રેતી ભરેલ ડમ્પર નંબર જીજે૩૬ વી ૧૮૦૦ ના ચાલક અકબર સરફરાજ માડકીયા રહે.હળવદને અટકાવીને તેની પાસે રહેલ વાહનમાં ભરેલ ખનીજ અંગે પણ આધાર પુરાવા માંગવામાં આવ્યા હતા જે ન હોય દંડ વસુલવાની કાર્યવાહી અર્થે વિભાગ દ્વારા વાહન સીઝની કાર્યવાહી કરવામાં આવી હતી.તે ઉપરાંત વાંકાનેર હાઇવે બંધુનગર ગામ પાસેથી ફાયર કલે ભરેલ વાહન નંબર જીજે ૩૬ એક્સ ૧૮૯૮ ને અટકાવવામાં આવ્યું હતું અને તેના ચાલક રમેશભાઈ પસાયા રહે.માટેલની પાસે તેમના વાહનમાં ભરાયેલ ખનીજ અંગે આધાર પુરાવા માંગવામાં આવ્યા હતા.જે ન હોવાથી દંડ વસૂલવાની કાર્યવાહી માટે વાહન જપ્તી કરવામાં આવી હતી.તેમ ખાણ ખનીજ વિભાગ તેમજ પોલીસ દ્વારા જાણવા મળેલ છે.
