મોરબીમાં ચેક રીટર્ન કેસમાં એક વર્ષની સાદી સજા અને ચેકની રકમ વ્યાજ સહિત ચુકવવા કોર્ટનો હુકમ
SHARE









મોરબીમાં ચેક રીટર્ન કેસમાં એક વર્ષની સાદી સજા અને ચેકની રકમ વ્યાજ સહિત ચુકવવા કોર્ટનો હુકમ
મોરબીમાં ચેક રીટર્ન કેસમાં એક વર્ષની સાદી સજા અને ચેકની રકમ વ્યાજ સહિત ચુકવવા કોર્ટએ હુકમ કર્યો છે.આ કેસની વિગત જોઇએ, તો ફરીયાદી સન સ્ટીલના ભાગીદાર દિપેનકુમાર રજનીકાંત લાડાણીએ સામેના પક્ષકાર દિપક રમેશભાઈ બદ્રકીયા તે એન.એન.એંટરપ્રાઈઝના પ્રોપરાઇટર રહે.બ્લોક નંબર-૩૬, ક્રિશ્ના પાર્ક સોસાયટી, શેરી નંબર-૩, મવડી ચોકડી, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટની સામે મોરબીની નામદાર અદાલતમાં ફોજદારી કેસથી ચેક રીટર્ન થયા અંગેની નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળની ફરીયાદ મોરબીની એડી.જ્યુડી.મેજીસ્ટ્રેટ સી.વાય.જાડેજા સાહેબની કોર્ટમાં દાખલ કર્યો હતો.
જે કેસ ચાલી જતા આરોપી હાજર થયા બાદ પ્લી અને ફર્ધર સ્ટેટમેન્ટ લીધા બાદ પુરાવાના કામે હાજર રહેલા નહી અને જેથી ફરીયાદીના એડવોકેટ જી.ડી.વરીયાની ધારદાર દલીલ અને નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના કાયદાની જોગવાઇઓના આધારે તા.૮-૧-૨૫ ના રોજ એડી. જ્યુડી.મેજીસ્ટ્રેટ સી.વાય.જાડેજા સાહેબે આરોપી-દિપક રમેશભાઈ બદ્રકીયા તે એન.એન.એંટરપ્રાઈઝના પ્રોપરાઇટરને તકસીરવાન ઠરાવીને આરોપીને એક વર્ષની સાદી સજા અને ચેકની રકમ રૂા.૧૫,૭૩,૨૩૮ તથા ચેકની રકમના ૨૦ ટકા રૂા.૩,૧૪,૬૪૭ એમ કુલ મળીને રૂા.૧૮,૮૭,૮૮૫ વળતર પેટે ફરીયાદીને ચૂકવવા હુકમ ફરમાવેલ છે.નામદાર અદાલત સમક્ષ ચેક રીટર્નના કેસમાં આરોપી હાજર થયા બાદ પુરાવો લેવા હાજર ના રહેતા આરોપીઓ સામે લાલબતી સમાન ચુકાદો આપેલ છે.ફરીયાદી તરફે વકીલ તરીકે એડ.ગૌતમ ડી.વરીયા રોકાયેલા હતા.
