મોરબીમાં ચેક રીટર્ન કેસમાં એક વર્ષની સાદી સજા અને ચેકની રકમ વ્યાજ સહિત ચુકવવા કોર્ટનો હુકમ
મોરબીના વાઘપરામાં મકાનના તાડા તોડી રોકડ અને દાગીના મળી 4.35 લાખના મુદામાલની ચોરી
SHARE









મોરબીના વાઘપરામાં મકાનના તાડા તોડી રોકડ અને દાગીના મળી 4.35 લાખના મુદામાલની ચોરી
મોરબીના વાઘપરા શેરી નં-8 ની અંદર રહેતા યુવાનનું ઘર બંધ હતું ત્યારે દરવાજાના તાળા તોડીને ઘરની અંદર કોઈ અજાણ્યા શખ્સ દ્વારા પ્રવેશ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ રોકડ રકમ તથા સોના ચાંદીના દાગીના મળીને 4,35,000 ની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને મોરબી એ ડિવીજન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વાઘપરા શેરી નં-8 માં આવેલ માતૃ કૃપા નામના મકાનમાં રહેતા રવિભાઈ મોરારજીભાઈ કંઝારિયા (37)એ મોરબી એ ડિવીજન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે તેના ઘરના દરવાજાના તાળા તોડીને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ઘરમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ કબાટના લોક તોડીને તેમાં પડેલા રોકડા 2.90 લાખ રૂપિયા તથા 1.45 લાખ રૂપિયાની કિંમતના સોના ચાંદીના દાગીના આમ કુલ મળીને 4,35,000 ની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરીયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે
મેડિકલ કોલેજની બાજુમાંથી બાઇકની ચોરી
મોરબીમાં રેલ્વે સ્ટેશન નજીક આવેલ મેડિકલ કોલેજની બાજુમાં શહેરના વીસીપરા વિસ્તારમાં આવેલ કુલીનગર પાસે ક્રિશ્ચયનના બંગલાની પાછળના ભાગમાં રહેતા જગદીશભાઈ રમેશભાઈ બોડા (33) એ પોતાનું બાઈક નંબર જીજે 36 એ 3937 પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્ય શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને 30,000 રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવા અંગેની હાલમાં મોરબી એ ડિવીજન પોલીસ સ્ટેશન ખાતે ભોગ બનેલ યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
