મોરબીના વાઘપરામાં મકાનના તાડા તોડી રોકડ અને દાગીના મળી 4.35 લાખના મુદામાલની ચોરી
મોરબી અને હળવદમાં દારૂની જુદી જુદી બે રેડ: 94 બોટલ દારૂ સાથે બે પકડાયા, એકની શોધખોળ
SHARE









મોરબી અને હળવદમાં દારૂની જુદી જુદી બે રેડ: 94 બોટલ દારૂ સાથે બે પકડાયા, એકની શોધખોળ
મોરબીના વીસીપરા વિસ્તારમાં વિજયનગર મેઇન રોડ ઉપરથી પસાર થતી રીક્ષાને પોલીસે ચેક કરતા તેમાંથી દારૂની 90 બોટલો મળી આવતા પોલીસે એક શખ્સની ધરપકડ કરી હતી અને રીક્ષા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો આવી જ રીતે હળવદમાં રહેણાક મકાનમાં દારૂની રેડ કરી ચાર બોટલ દારૂ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના વીસીપરા માં આવેલ વિજયનગર મેઇન રોડ ઉપર થી પસાર થતી સીએનજી રીક્ષા નંબર જીજે 3 એ એકસ 9281 ને રોકીને ચેક કરી હતી ત્યારે તેમાંથી દારૂની 90 બોટલો મળી આવતા 57,690 ની કિંમતની દારૂની બોટલો તથા 25,000 ની રીક્ષા આમ કુલ મળીને 82,690 ની કિંમતના મુદ્દા માલ સાથે પોલીસે સ્થળ ઉપરથી જાવેદભાઇ ઉંમરભાઈ જેડા (20) રહે કુલીનગર ગફુરબસ્તીમાં વીસીપરા મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી સાજીદ કાદરભાઈ લધાણીનું નામ સામે આવ્યું હોય હાલ બંને શખ્સ સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને સાજીદ લધાણીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે આવી જ રીતે હળવદમાં આવેલ ખારીવાડી વિસ્તારમાં રહેતા રાણાભાઇ ઉર્ફે તુષાર ભરવાડના મકાનમાં દારૂનું જથ્થો હોવાની હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને દારૂની ચાર બોટલો મળી આવતા પોલીસે 2372 ની કિંમત ની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી રાણાભાઇ ઉર્ફે તુષાર ખોડાભાઈ મુંધવા (20) રહે. ખારીવાડી મેલડી માતાના મઢ પાસે હળવદ વાળા ની ધરપકડ કરી હતી અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે
