મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા મોરબીના સોઓરડી વિસ્તારમાં યુવાને કોઈ કારણોસર ઘરમાં જ ન કરવાનું કરી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીના મકનસર ગામે પરણીતાએ અંતિમ પગલુ ભરી લેતા મોત


SHARE













મોરબીના મકનસર ગામે ઘરમાં ગળાફાંસો ખાઈને પરણીતાનો આપઘાત

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ મકનસર ગામે રહેતી પરણીતાએ કોઈ અગમ્ય કારણસર પોતે પોતાના ઘરે હતી ત્યારે ત્યાં ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નિપજ્યુ હતું ત્યારબાદ મૃતક મહિલાના પતિ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના મકનસર ગામે રહેતા જયશ્રીબેન કિશનભાઇ જોશી (22) એ કોઈ અગમ્ય કણોસર પોતે પોતાની જાતે શનિવારે બપોરે ચારેક વાગ્યા પહેલા ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તે મહિલાનું મોત નિપજ્યુ હતું ત્યારબાદ મહિલાના મૃતદેહને તેના પતિ કિશનભાઇ જોશી મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે મહિલાને જોઈ તપાસીને  મૃત જાહેર કર્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાનો લગ્ન ગાળો ત્રણ વર્ષનો હતો જો કે તેણે કયા કારણોસર પગલું ભર્યું છે તે દિશામાં આગળની તપાસ હવે તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.એમ.બગડા ચલાવી રહ્યા છે




Latest News