મોરબીની OSEM- GSEB સ્કૂલ દ્વારા યોજાયો ભવ્ય Expo Vista 2024 કાર્યક્રમ યોજાયો વોટર રોકેટ ઉડાડવામાં મોરબીની સાર્થક શાળા સમગ્ર રાજ્યમાં પ્રથમ ત્રણ ક્રમે વાંકાનેરમાં ગાળો દેવાનો ખાર રાખીને મિત્રએ જ કરી મિત્રની હત્યા: પોલીસ-પરિવારને ગુમરાહ કરવા માટે લાશને ચેકડેમમાં ફેંકી દીધી મોરબીના ટિંબડી ગામના પાટિયા પાસેથી ત્રણ ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીના પંચાસર ગામે વાડીએ ઝેરી દવા પી યુવાને કર્યો આપઘાત મોરબી નજીક સેન્ટ્રો ગાડીમાંથી 75 બોટલ દારૂ ઝડપાયો, 1.46 લાખનો મુદામાલ કબજે: આરોપીની શોધખોળ હળવદના જુના દેવળળીયા ગામે કપાસના વાવેતરમાં ખાડો ખોદતાં બીયરના 35 ટીન નીકળ્યા: આરોપીની શોધખોળ માળીયા (મી)ના ગુલાબડી વિસ્તારમાં મીઠાના કારખાને જવા માટેના રસ્તા બાબતે સામસામે મારા મારી: બંને પક્ષેથી ફરિયાદ નોંધાઈ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ત્રિદિવસીય આત્મનિર્ભર ગ્રામયાત્રાનો આજે રાજપરથી કરાયો પ્રારંભ


SHARE











મોરબી જીલ્લામાં ત્રિદિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો આજે રાજપરથી કરાયો પ્રારંભ

સમગ્ર ગુજરાતમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તા. ૧૮મી નવેમ્બર થી ત્રિદિવસીય આત્મ નિર્ભર ગ્રામ યાત્રા શરૂ કરવામાં આવેલ છે જે અંતર્ગત મોરબી જિલ્લામાં યોજાનાર ગ્રામ યાત્રામાં બિન અનામત આયોગના ચેરમેન હંસરાજભાઇ ગજેરા ઉપસ્થિતમાં આ યાત્રા શરૂ કરવામાં આવી હતી ત્યારે સાંસદ સહિતના ભાજપના આગેવાનો હજાર રહ્યા હતા  

આ યાત્રા પહેલા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલ બેઠકમાં કાર્યક્રમના શુભારંભસમાપનવિવિધ કામોનું ખાતમૂહુર્ત – લોકાર્પણ અને યોજનાકીય લાભોનું વિતરણ અંગેની વ્યવસ્થા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. અને કલેક્ટર જે.બી. પટેલે જણાવ્યું હતું કેરાજ્ય સરકાર દ્વારા ૧૧ જેટલા જુદા જુદા વિભાગોને સાંકળીને વિવિધ વિકાસ કામોના લોકાર્પણખાતમૂહુર્ત અને વિવિઘ વિભાગના લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરવા માટે તા. ૧૮ થી ૨૦ નવેમ્બર દરમિયાન આત્મ નિર્ભર ગ્રામ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

તો જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવએ આત્મનિર્ભર ગ્રામ યાત્રાના રૂટ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કેમોરબી જિલ્લાની જિલ્લા પંચાયતની ૨૪ બેઠકો માટે બે રથની ફાળવણી કરવામાં આવી છે. જે મોરબી જિલ્લાના પાંચેય તાલુકા અને ૩૫૯ ગામોને સાંકળી લેશે. આ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ મોરબીના રાજપર મધ્યે યોજવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને બિન અનામત આયોગના ચેરમેન હંસરાજભાઇ ગજેરા ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ રથને પ્રસ્થાન કરાવ્યો હતો અને વિવિધ કામોનું લોકાર્પણખાતમૂહુર્ત અને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું 
 
જે ગામમાંથી રથ પસાર થશે તે ગામની શાળાપંચાયત ઘરઆંગણવાડીસબ સેન્ટરવેલનેસ સેન્ટર તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સફાઇ પણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં બિન અનામત આયોગના ચેરમેન હંસરાજભાઇ ગજેરાએ ગુજરાત સરકાર દ્વારા દરેક લોકોની ખેવના કરવામાં આવી રહી છે અને દરેક લોકોને સરકારી યોજનાનો લાભ શુભ રહે તેવી વ્યવસ્થા ઉભી કરવાની હોય તેના ભાગરૂપે આત્મનિર્ભર ગ્રામ યાત્રા શરૂ કરવામાં આવી છે આ તકે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ વાસદડિયા, મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન જીગ્નેશભાઇ કૈલા, કારોબારી સમિતીના અધ્યક્ષ જયંતિભાઇ પડસુંબિયા, હંસાબેન પારઘી, જીગ્નેશભા કૈલા, જેઠાભાઇ પારઘી, કલેકટર જે.બી.પટેલ, ડીડીઓ પરાગ ભગદેવ સહિતના અધિકારી અને આગેવાનો હાજર રહ્યા હતા
 
 
 





Latest News