મોરબીની OSEM- GSEB સ્કૂલ દ્વારા યોજાયો ભવ્ય Expo Vista 2024 કાર્યક્રમ યોજાયો વોટર રોકેટ ઉડાડવામાં મોરબીની સાર્થક શાળા સમગ્ર રાજ્યમાં પ્રથમ ત્રણ ક્રમે વાંકાનેરમાં ગાળો દેવાનો ખાર રાખીને મિત્રએ જ કરી મિત્રની હત્યા: પોલીસ-પરિવારને ગુમરાહ કરવા માટે લાશને ચેકડેમમાં ફેંકી દીધી મોરબીના ટિંબડી ગામના પાટિયા પાસેથી ત્રણ ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીના પંચાસર ગામે વાડીએ ઝેરી દવા પી યુવાને કર્યો આપઘાત મોરબી નજીક સેન્ટ્રો ગાડીમાંથી 75 બોટલ દારૂ ઝડપાયો, 1.46 લાખનો મુદામાલ કબજે: આરોપીની શોધખોળ હળવદના જુના દેવળળીયા ગામે કપાસના વાવેતરમાં ખાડો ખોદતાં બીયરના 35 ટીન નીકળ્યા: આરોપીની શોધખોળ માળીયા (મી)ના ગુલાબડી વિસ્તારમાં મીઠાના કારખાને જવા માટેના રસ્તા બાબતે સામસામે મારા મારી: બંને પક્ષેથી ફરિયાદ નોંધાઈ
Breaking news
Morbi Today

મોરબીનાં કેરાળા (હ) ગામના યુવાન પાસે પઠાણી ઉઘરાણી કરનારા વધુ એક વ્યજખોરોની ધરપકડ


SHARE











મોરબીનાં કેરાળા (હ) ગામના યુવાન પાસે પઠાણી ઉઘરાણી કરનારા વધુ એક વ્યજખોરોની ધરપકડ

મોરબી તાલુકાનાં કેરાળા (હરીપર) ગામે રહેતા યુવાને વ્યાજે નાણાં લીધા હતા અને બાદમાં વ્યાજ અને મુદલ ચૂકવવા માટે તેને સમયાંતરે વ્યાજખોરના ત્રાસથી બચવા માટે જુદાજુદા વ્યક્તિઓ પાસેથી વ્યાજે નાણાં લીધા હતા અને હાલમાં સાત શખ્સો દ્વારા "રીંગ" કરીને તેની પાસેથી વ્યાજના નાણાની પઠાણી ઉઘરાણી કરતાં હતા જેથી યુવાને ફરિયાદ નોંધાવી હતી જે ગુનામાં પોલીસે હાલમાં વધુ એક આરોપીની ધરપકડ કરેલ છે.

મોરબીનાં કેરાળા (હરીપર) ગામે રહેતા અરવિંદ પ્રેમજીભાઇ ચરોલાએ મોરબી તાલુકા પોલીસમાં સાત શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી અને તેમાં તેણે જણાવ્યું હતુ કે, મહેન્દ્રસિંહ દેવુભા ઝાલા અને રાજેશભાઇ આણંદભાઇ જીલરીયા પાસેથી તેણે ૬ ટકા લેખે ૧૨,૦૦,૦૦૦ લીધા હતા અને તેનું  આઠ મહીનામાં રૂપીયા ૮ લાખ વ્યાજ સહીત કુલ ૨૦,૦૦,૦૦૦ રૂપીયા ચુકવવા માટે નરસંગભાઇ જેસંગભાઇ રાઠોડ પાસેથી રૂા.૧૨ લાખ તેમજ ૮ લાખ વ્યાજ સહીત ૨૦,૦૦,૦૦૦ લીધા હતા. 

બાદમાં હર્ષદભાઇ પરબતભાઇ ચાવડાએ ૩૫,૦૦,૦૦૦ મહીનાના ૩.૫ ટકા વ્યાજે આપેલ હતા અને તેની ૧૨ વિઘા જમીનનો દસ્તાવેજ કરવાયો હતો તેમજ સાગર ઉર્ફે મુળુ આયદાન ડાંગરે ૭,૦૦,૦૦૦ રૂપિયા ૫ ટકા વ્યાજ પેટે આપી વ્યાજ પેટે ૪૫,૦૦૦ લઇ વ્યાજ સહીત ૧૫ લાખ રૂપીયાની પઠાણી ઉઘરાણી કરી હતી.તો ભાવેશભાઇ બાવાજીએ ૧,૦૦,૦૦૦ રૂપિયા રોજના ૧૦૦૦ લેખે વ્યાજે આપી ૨૦,૦૦૦ વ્યાજ લઇ રૂપીયા ૪.૫ લાખની પઠાણી ઉઘરાણી કરી હતી અને સુમીત મુળજીભાઇ ચારોલાએ સાહેદ કલ્પેશભાઇ બારોટને ર,૦૦,૦૦૦ રૂપિયા મહીનાના ૩.૫ ટકા વ્યાજે આપી મહીનાનું ૭,૦૦૦ વ્યાજ લઇ તે રૂપીયા વ્યાજ સહીત ફરીયાદી પાસે માંગણી કરી પઠાણી ઉઘરાણી કરી હતી. જેથી યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે મોરબી તાલુકા પોલીસે અગાઉ ચાર વ્યાજખોરોની ધરપકડ કરેલ છે અને હાલમાં સાગર ઉર્ફે મુળૂ આયદાન ડાંગર (ઉમર ૨૯) રહે. ખાખરાળા (મોરબી) ની ધરપકડ કરેલ છે અને આ ગુનામાં હજુ પણ બે આરોપીને પકડવાના બાકી છે.

વાહન અકસ્માતમાં ઘવાયેલ દંપતી સારવારમાં

જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના બરડીયા ગામના રહેવાસી અલ્પેશભાઈ જાદવભાઈ કાયાણી (૩૫) અને તેમના પત્ની મંગળાબેન અલ્પેશભાઈ (૨૪) બાઈકમાં જતા હતા ત્યારે મેંદરડા જુનાગઢની નજીક તેઓના બાઇકને કાર ચાલકે હડફેટે લેતાં અલ્પેશભાઈ અને મંગળાબેન અહીંની આયુષ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ હળવદના રહેવાસી ઘનશ્યામભાઈ નાગરભાઈ પરમાર (૩૮) અને તેમના પત્ની પ્રભાબેન ઘનશ્યામભાઈ (૩૫) કોઇબા-ઢવાણાની વચ્ચેથી તેમનું બાઈક લઇને જતા હતા ત્યારે અજાણ્યા રિક્ષા ચાલકે તેઓને હડફેટે લેતા મોડીરાત્રીના એકાદ વાગ્યાના અરસામાં તેઓને મોરબીની આયુષ હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા બનાવને પગલે મોરબી પોલીસે તપાસ કરીને હળવદ પોલીસને બનાવ અંગે જાણ કરી હતી.






Latest News