મોરબી નજીક ઘરમાંથી 240 બીયર-20 દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલ 2 વર્ષના બાળકનું મોત મોરબીથી કબરાઉ સુધી પદયાત્રીઓની કરતું અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું હળવદ કોયબા રોડ ઉપર ડબલ સવારી બાઇક રોજડા સાથે અથડાતાં વૃદ્ધનું મોત, વૃદ્ધા સારવારમાં લગ્ન પ્રસંગમાં ડીજે-ફટાકડા નહીં, સોનું માત્ર 3 તોલા-ચાંદી 250 ગ્રામ આપવી: વાંકાનેરના ભેરડા ગામે મળેલ સમાજની બેઠકમાં નવું બંધારણ અમલમાં મુકાયું વાંકાનેરના લક્ષ્મીપરામાં પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરનારા યુવાનના ભાઈ-ભાભી ઉપર હુમલો: 3 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો મોરબીના મકનસર ગામે ઘરના ભો ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત
Breaking news
Morbi Today

મોરબીના સોખડા નજીક ડબલ સવારી બાઈકે કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં


SHARE









મોરબીના સોખડા નજીક ડબલ સવારી બાઈકે કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં

મોરબી તાલુકાના સોખડા ગામના પાટીયાથી બાદરગઢ ગામના પાટીયા તરફ જવાના રસ્તા ઉપર આવેલ હોટલ પાસેથી ડબલ સવારી બાઈક પસાર થઈ રહ્યું હતું ત્યારે તે બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો અને ત્યારે બાઈક પર જઈ રહેલા બંને વ્યક્તિઓને ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને સારવાર લીધા બાદ યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ હળવદ તાલુકાના રણમલપુર ગામના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના સોખડા ગામે હકાભાઇ બાલાસરાની વાડીએ રહેતા અને નોકરી કરતા રવિભાઈ રાજેશભાઈ વિરાણી (19) નામના યુવાને કાર નંબર જીજે 3 એમપી 1545 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, સોખડા ગામના પાટીયાથી બાદરગઢ ગામના પાટીયા તરફ જવાના રસ્તે આવતી શેરે પંજાબ હોટલ પહેલા રોડ ઉપરથી તેઓ બાઈક નંબર જીજે 3 એચએલ 6285 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેના બાઈકમાં મનોજભાઈ જેરામભાઈ પાડલીયા પણ બેઠેલા હતા અને કાર ચાલકે તેઓના ડબલ સવારી બાઇકને હડફેટ લેતા ફરિયાદી રવિભાઈ તથા તેની સાથે બાઈકમાં બેઠેલા મનોજભાઈને હાથે પગે અને શરીરે ઇજાઓ થઈ હતી જેથી કરીને તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને સારવાર લીધા બાદ ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં કાર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ અંગેની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એન.જે. ખડીયા ચલાવી રહ્યા છે.




Latest News