મોરબીના સોખડા નજીક ડબલ સવારી બાઈકે કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં
મોરબીમાં ઘરમાંથી 72 બોટલ દારૂ સાથે એક પકડાયો, માલ આપનારની શોધખોળ
SHARE







મોરબીમાં ઘરમાંથી 72 બોટલ દારૂ સાથે એક પકડાયો, માલ આપનારની શોધખોળ
મોરબીના લીલાપરના રોડ ઉપર આવેલ બોરીયાપાટી ભાંડીયાની વાડીમાં રહેતા શખ્સના ઘરમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 72 બોટલો મળી આવતા પોલીસે 48,465 કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને દારૂ આપનારનું નામ સામે આવ્યું હોય બે શખ્સોની સામે હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર બોરીયાપાટીમાં ભાંડીયાની વાડીમાં રહેતા મુકેશભાઈ નકુમના મકાનમાં દારૂનો જથ્થો હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 72 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 48,465 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી મુકેશભાઈ લખમણભાઇ નકુમ (30) રહે. ભાંડિયાની વાડી બોરીયાપાટી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેને આ દારૂનો જથ્થો ઈશ્વરભાઈ ઉર્ફે બાલો કરસનભાઈ કંઝારીયા રહે. વાવડી રોડ હદાણીની વાડી મોરબી વાળા પાસેથી મેળવ્યો હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
