વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

મોરબીના નવનિર્માણ ક્લાસીસનો પારિતોષિક-પ્રમાણપત્ર વિતરણનો કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીના નવનિર્માણ ક્લાસીસનો પારિતોષિક-પ્રમાણપત્ર વિતરણનો કાર્યક્રમ યોજાયો

મોરબીમાં નવનિર્માણ ક્લાસીસ દ્વારા 2011-12થી શરૂ થયેલી પ્રણાલી મુજબ આ વર્ષે પણ પારિતોષિક, પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને વર્ષ 2024-25 માં સાદગીપૂર્ણ પરંતુ શ્રેષ્ઠ રીતે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં દિલીપભાઈ પરમાર, હિરેનભાઈ નથવાણી, દીપસિંહ સોલંકી, દિપ્તીબેન અગ્રાવત હાજર રહ્યા હતા અને સમગ્ર વર્ષ દરમિયાન ક્લાસીસની શૈક્ષણિક પ્રવૃત્તિઓ તેમજ બિન શૈક્ષણિક કાર્યમાં શ્રેષ્ઠ પ્રયત્ન કરનાર બાળકોને પ્રમાણપત્ર અને શિલ્ડ વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે કુલ 119 જેટલા બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા અને વિશેષએ રહ્યું હતું કે, આખા વર્ષ દરમિયાન ક્લાસીસમાં હાજર રહેનાર 15 બાળકોને પ્રમાણપત્ર અને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આમ માત્ર આર્થિક ઉપાર્જન જ નહીં સમાજ આપણને આપે છે, આપણે સમાજને આપવું જ જોઈએએ ભાવથી આ ક્લાસીસ કાર્ય કરે છે. ધો. 5 થી 12 (કોમર્સ) ના બાળકોને વ્યક્તિ નિર્માણથી પરિવાર નિર્માણ, પરિવાર નિર્માણ થી રાષ્ટ્રનિર્માણ તરફ લઈ જવા માટે નવનિર્માણ ક્લાસીસ પ્રયત્નશીલ છે. તેવું આ ક્લાસીસના સંચાલક મયુરભાઈ શુક્લ (9825633154) અને અલ્પેશભાઈ ગાંધી (9898448974)એ જણાવ્યુ  છે




Latest News