મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ ટંકારા તાલુકાના વિરપર ગામે નિરાધાર ગૌ-માતાના લાભાર્થે નાટકનું આયોજન રક્તદાન મહાદાન: મોરબીમાં જીગ્નેશભાઈ વિરમગામાએ જન્મદિવસે કર્યું રક્તદાન મોરબી : માતાના મઢેથી પરત આવેલ રીક્ષાને અજાણ્યા ટ્રક ચાલકે રફાળેશ્વર પાસે હડફેટ લેતા ચાર લોકો સારવારમાં મોરબીમાં માતાના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી યુવતીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત
Breaking news
Morbi Today

મોરબીની પીપળીયા ચોકડી નજીક વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો


SHARE











મોરબીની પીપળીયા ચોકડી નજીક વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પીપળીયા ચોકડીથી નવલખી જતા રસ્તે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.આ વાહન અકસ્માતના બનાવમાં માળીયા મીંયાણા તાલુકાના વર્ષામેડી ગામના શૈલેષભાઈ કાથળભાઈ રાઠોડ નામના ૨૫ વર્ષના યુવાનને ઇજા થતા મોરબીની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.અત્રે પ્રાથમિક સારવાર આપીને તેને વધુ સારવાર માટે હાલ રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે.હોસ્પિટલ ખાતેથી યાદી આવતાં એ ડિવિઝન પોલીસ મથકના ધ્રુવરાજસિંહ ઝાલા દ્વારા પ્રાથમિક તપાસ કરી બનાવ અંગે માળિયા પોલીસને જાણ કરવામાં આવી હતી.જ્યારે હળવદના નવા દેવડીયા ગામે બાઈક સ્લીપ થઈ જવાના બનેલા અકસ્માત બનાવમાં રંજનબા ગંભીરસિંહ પરમાર નામના ૫૨ વર્ષના આધેડ મહિલાને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે અત્રેની ખાનગી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર મિલેનિયમ ફાટક પાસે અજાણ્યા બાઈક ચાલક સાથે અકસ્માત સર્જાતા પડધરીના સુભાષભાઈ જેરામભાઈ સોલંકી નામના ૩૭ વર્ષના યુવાનને અત્રેની ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો.જેથી બનાવને પગલે તાલુકા પોલીસ મથકના જે.બી.પટેલ દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી તેમ તાલુકા પોલીસ સુત્રોએ જણાવેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના ટંકારા પાસે આવેલ સાવડી ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં તા.૧૫ ના રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં ઓટો રીક્ષા અને બાઈક અથડાતા મોરબીના છાત્રાલય રોડ ઉપર આવેલ વિજયનગર સોસાયટીમાં રહેતા પ્રવિણચંદ્ર અંબારામ ભાડેજા (૫૫) અને પ્રફુલાબેન પ્રવીણચંદ્ર ભાડજાને ઇજાઓ થતા સારવાર માટે મોરબી ખસેડાયા હતા.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના વિ.કે.ચાવડા દ્વારા પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે ટંકારા પોલીસને જાણ કરવી હતી.જ્યારે માળિયા મીંયાણાના સોનગઢ ગામે સીમ વિસ્તારમાં રહેતા પરિવારના સુમિત્રાબેન બબલુભાઈ મેડા નામની ૨૫ વર્ષની મહિલાને સીમ વિસ્તારમાં પડકુ કરડી જતા સારવાર માટે માળિયાની હોસ્પિટલે લઈ જવાયા હતા અને બાદમાં વધુ સારવાર માટેની અહીંની સિવિલે લાવવામાં આવ્યા હતા.તેમજ માળિયાના નવા વાધરવા ગામ નજીક વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતા અજીમ અમીનભાઈ ભટ્ટી (૩૨) રહે.વીસીપરા મોરબીને ઈજા થતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.

રીક્ષા પલ્ટી મારી જતા ઈજા

ટંકારા નજીક આવેલ મીતાણા ગામની પાસે રીક્ષા પસ્ટી મારી જવાનો અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં ધર્મેશ જગદીશભાઈ (૨૧) અને અંજનાબેન સંજયભાઈ ઉઘરેજા (૩૩) રહે.બંને રાજકોટ વાળાઓને ઈજા થતાં મોરબીની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે વાંકાનેર નજીકના ભીમગુડા ગામની પાસે બાઈક કારની સાથે અથડાતા ઇજાગ્રસ્ત થયેલા હંસરાજભાઈ નારણભાઈ દેત્રોજા (૪૫) રહે.વડસર વાંકાનેરને વાંકાનેર હોસ્પીટલ ખાતે સારવાર માટે લઈ જવાયા હતા અને ત્યાં પ્રાથમિક સારવાર લઈને વધુ સારવાર માટે તેઓને અત્રેની ખાનગી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.

મારામારીમાં ઈજા થતાં સારવારમાં

હળવદના ચરાડવા ગામે રહેતા હનિફ ફિરોઝભાઈ ભટ્ટી નામના ૧૭ વર્ષના યુવાનને માળિયા મિંયાણા પાસે આવેલ જાકમશાપીરની દરગાહ પાસે લોખંડના પાઇપ પડે થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં અહિંની સીવીલે સારવાર માટે ખસેડાયો હતો. જ્યારે માળિયા મીંયાણાના ખાખરેચી ગામે રહેતા મુન્નાભાઈ વિઠ્ઠલભાઈ સુરાણી નામના ૨૬ વર્ષના યુવાનને બાઈક લઈને જતા સમયે ઘાંટીલા અને ખાખરેચી વચ્ચે બાઈક ટ્રેક્ટરની સાથે અથડાતા અકસ્માત બનાવમાં ઇજા પહોંચી હતી.જેથી સારવાર માટે અત્રેની આયુષ હોસ્પિટલએ ખસેડાયો હતો.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે માળિયા પોલીસને જાણ કરી હતી




Latest News