મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાની બંન્ને પાલિકામાં કેસરીયો લહેરાયો, વાંકાનેર 21 અને હળવદ 27 બેઠક ઉપર ભાજપનો ભવ્ય વિજય


SHARE









મોરબી જિલ્લાની હળવદ તથા વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી પુર્ણ થઇ ગયેલ છે અને આ બંન્ને પાલિકામાં ભાજપ પુન: સત્તા ઉપર આવી ગયેલ છે જો કે, વાંકાનેર પાલિકામાં દસ વર્ષ પછી કોંગ્રેસને પાંચ બેઠક મળેલ છે. આ તકે ધારાસભ્ય જીતુભાઇ સોમાણીએ કહેયુ હતુ કે, હું સક્રિય ભાજપમાં છો ત્યાં સુધી વાંકાનારે પાલિકા ભાજપની જ છે અને રહેશે જે દિવસે ભાજપની પાલિકા નહી બને ત્યારે તે રાજકારણમાંથી નિવૃતિ જાહેર કરી દેશે

મોરબી જિલ્લામાં આવેલ હળવદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટેનું રવિવારે મતદાન થયું હતું અને 63.61 ટકા મતદાન મતદારો દ્વારા કરવામાં આવ્યું હતું આ નગરપાલિકાના સાત બોર્ડની 28 બેઠકો માટે કુલ મળીને 70 જેટલા ઉમેદવારો ચૂંટણીના જંગમાં હતા અને હળવદમાં આવેલ મોર્ડન સ્કૂલ ખાતે આ મતોની ગણતરી કરવામાં આવી હતી ત્યારે વોર્ડ નંબર 1 માં 1 બેઠક કોંગ્રેસને મળી છે જો કે, 27 બેઠકો ઉપર ભાજપ વિજેતા બનેલ છે આવી જ રીતે વાંકાનેર નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી જાહેર કરવામાં આવી હતી અને સાત બોર્ડની 28 બેઠકો પૈકી ભાજપને 11, કોંગ્રેસને 1 અને બસપાને 1 કુલ મળીને 13 બેઠકો બિનહરીફ થઈ ગયેલ હતી અને 15 બેઠકો માટે મતદાન કરવામાં આવ્યું હતુ જેની ગણતરી પુર્ણ થઇ ગયેલ છે જેમા 21 બેઠકો ઉપર ભાજપ, 5 બેઠક ઉપર કોંગ્રેસ, 1 બેઠક ઉપર આપ અને 1 બેઠક ઉપર અપક્ષ વિજેતા બનેલ છે. આ તકે ધારાસભ્ય જીતુભાઇ સોમાણીએ કહેયુ હતુ કે, હું સક્રિય ભાજપમાં છો ત્યાં સુધી વાંકાનારે પાલિકા ભાજપની જ છે અને રહેશે જે દિવસે ભાજપની પાલિકા નહી બને ત્યારે તે રાજકારણમાંથી નિવૃતિ જાહેર કરી દેશે ઉલ્લેખનીય છે કે આ બંન્ને પાલિકા વર્ષોથી ભાજપ પાસે છે જ્યારે વાંકાનેર તાલુકા પંચાયતની ચંદ્રપુર બેઠક ઉપર પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે તો માળીયા તાલુકા પંચાયતની સરવડ બેઠકની પેટા ચુંટણીમાં પણ કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે




Latest News