મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામે આવેલ આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો


SHARE









મોરબીના લાલપર ગામે આવેલ આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

મોરબી ડીડીઓ જે.એસ.પ્રજાપતિ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સંજય શાહના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા આરોગ્ય કચેરી, GMERS મેડીકલ કોલેજ મોરબી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપરના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

 જેમાં ટંકારા-પડધરી વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, તાલુકા અગ્રણી અરવિંદભાઈ વાંસદડીયા, ઉપસરપંચ રાજુભાઈ જેતપરિયા, એપેડેમીક મેડીકલ ઓફિસર ડો.દીપક બાવરવા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રાજુભાઈ પરમાર, તલાટી મંત્રી મેહુલભાઈ દલસાણીયા, બહોળી સંખ્યામાં ગ્રામજનો અને લાભાર્થીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. તેમજ મંચસ્થ મહેમોનોએ પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે લાલપર ગામમાંથી તેમજ આજુબાજુના ગામમાંથી આવેલા લોકો દ્વારા રક્તદાન કરવામાં આવેલ. જેમાં કુલ ૪૦ યુનિટ બ્લડનું કલેક્શન કરવામાં આવેલ છે.

આ સમગ્ર કાર્યક્રમના સફળ સંચાલન માટે જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના જિલ્લા IEC ઓફિસર સંઘાણીભાઈ, લેબોરેટરી ટેકનીશીન સેતાભાઈ, તાલુકા આરોગ્ય અધિકારી ડો.રાહુલ કોટડીયા, મેડીકલ ઓફિસર ડો.રાધિકા વડાવિયા સહિતની ટીમે જહેમત ઉઠાવવામાં આવી હતી. આ બ્લડ ડોનેશન કેમ્પમાં ધારાસભ્ય ઉપરાંત આગેવાનો અને અધિકારીઓએ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો અને લાભાર્થીઓ હાજર રહ્યા હતા. તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.




Latest News