ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ મોરબીના સરદારબાગ પાસે બોલેરોની પાછળ બાઇક ઘૂસી જતાં યુવાનનું કમકમાટીભર્યું મોત સૌરાષ્ટ્ર યુનિ. યુથ ફેસ્ટીવલની વકતૃત્વ સ્પર્ધામાં મોરબીનો વિસ્મય ત્રિવેદી પ્રથમ ક્રમે વિજેતા મોરબીના કોર્પોરેટર નવનિતભાઈ કુંડારિયાની સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો.ના પ્રમુખ પદે વરણી મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત ટંકારાના મીતાણા ગામે આવેલ શ્રી બહુચર વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ મેળવી સિદ્ધિ હળવદ નજીક જીનીંગના કારખાનામાં આગ લગતા માલ અને મશીનરીમાં મોટું નુકશાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબીમાં તૂટેલા બ્રિજ પાસેનો ડાઈવર્ઝનનો રસ્તો સરખો કરવા રાજપૂત કરણી સેનાની માંગ


SHARE









મોરબીમાં તૂટેલા બ્રિજ પાસેનો ડાઈવર્ઝનનો રસ્તો સરખો કરવા રાજપૂત કરણી સેનાની માંગ

મોરબીના લીલાપર રોડ ઉપર તૂટેલા બ્રિજનું કામ ચાલી રહ્યું છે અને તેની બાજુમાં ડાઈવર્ઝન બનાવવામાં આવેલ છે જો કે તે રસ્તો ચાલવા જેવો નથી જેથી ડાઈવર્ઝનનો રસ્તો સરખો કરવા માટેની રાજપૂત કરણી સેનાના જિલ્લા પ્રમુખે માંગ કરી છે.

મોરબીના લીલાપર રોડ ઉપર ઇલેક્ટ્રિક સ્મશાનથી આગળ રામદેવપીરના મંદિર પાસે જે બ્રિજ થોડા સમય પહેલા તૂટી ગયો હતો ત્યાં રાહદારીઓને બાઈક લઈને નીકળવામાં હાલમાં ખૂબ મુશ્કેલી પડી રહી છે અને જે ડાઈવર્ઝન આપવામાં આવેલ છે તે રસ્તો ખૂબ જ ખરાબ છે જેથી કરીને તંત્રને રાજપૂત કરણી સેનાના જિલ્લાના પ્રમુખ જયદેવસિંહ જાડેજા અને મોરબી તાલુકાના પ્રમુખ રવિરાજસિંહ જાડેજાએ ટેલિફોનીક અને રૂબરૂ રજૂઆત કરી છે અને જો તાત્કાલિક ધોરણે આ રસ્તો સરખો કરવામાં નહીં આવે તો ન છૂટકે આંદોલન ના માર્ગે જવું પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે.




Latest News