મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત ટંકારાના મીતાણા ગામે આવેલ શ્રી બહુચર વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ મેળવી સિદ્ધિ હળવદ નજીક જીનીંગના કારખાનામાં આગ લગતા માલ અને મશીનરીમાં મોટું નુકશાન, કોઈ જાનહાનિ નહીં દિલ્હી ખાતે કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા જતાં મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખની અટકાયત સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મયુર હોસ્પિટલમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને યોજાયો મેગા મેડિકલ કેમ્પ મોરબી જિલ્લાના વિવિધ મોરચાઓમાં હોદેદારોની કરાઈ નિમણૂક મોરબી નજીક કારખાનામાં દળેલી માટીના પાવડરના ઢગલામાં પડી જવાથી 9 વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબી તાલુકાનાં કોયલી ગામે આહિર સમાજ દ્વારા સમૂહલગ્નનું ભવ્ય આયોજન: કેબિનેટ મિનિસ્ટર મુળુભાઈ બેરા સહિતના હાજર રહેશે


SHARE









મોરબી તાલુકાનાં કોયલી ગામે આહિર સમાજ દ્વારા સમૂહલગ્નનું ભવ્ય આયોજન: કેબિનેટ મિનિસ્ટર મુળુભાઈ બેરા સહિતના હાજર રહેશે

મોરબી-જામનગર- રાજકોટ આહિર સમાજ સમૂહ લગ્ન પરિવાર દ્વારા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. 23 ને રવિવારના રોજ મોરબી તાલુકાનાં કોયલી ગામે આ 17 મા સમૂહલગ્ન યોજાશે જેમાં કેબિનેટ મિનિસ્ટર મુળુભાઈ બેરા સહિતના આગેવાનો અને સંતો મહંતો હાજર રહેશે.

મોરબી તાલુકાનાં કોયલી ગામે જે સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે તે સમારોહના અધ્યક્ષ સ્થાને રાજ્ય કેબિનેટ મિનિસ્ટર મુળુભાઈ બેરા હાજર રહેશે તે ઉપરાંત અતિથિ વિશેષ તરીકે ધારાસભ્ય ભગાભાઈ બારડ (તળાજા), ત્રિકામભાઈ છાંગા (અંજાર), હેમંતભાઈ ખવા (જામજોધપુર) તથા ભાવનગરના એડી.કલેક્ટર જયશ્રીબેન જરું કુંભરવાડિયા, ભાવનગર જી.એસ.ટી. વિભાગના નિર્મલભાઈ ગોગરા, જામનગર જિલ્લા સહાયક નિરીક્ષક વિક્રમભાઈ ખૂંગરા અને મોરબી રાજ્ય વેરા અધિકારી જી.એસ.ટી. હિતેશભાઈ ડાંગર ઉપસ્થિત રહેશે.આયોજકો દ્વારા સંસદીય પ્રણાલીના પ્રખર અભ્યાસુ, સપષ્ટ વક્તા, કન્યા-કુમાર કેળવણીના હિમાયતી સોરઠના સિંહ સ્વ.જશુભાઈ ધાનાભાઈ બરડ તેમજ આમરણ ચોવીશીના ગામોમાં ભૂતકાળમાં રાજકીય જાગૃતિ લાવનાર સમાજમાં કુરિવાજોને તીલાંજલી આપીને પરિવારના દિકરા-દિકરીઓને ભણાવવાના મક્કમ નિર્ધાર સાથે આગળ રહેનાર નખસિખ ગાંધીવાદી વિચારસરણી ધરાવતા સેવાના ભેખધારી સ્વ. આયદાનભાઈ શામળાભાઈ કુંભરવાડિયાના ચરણોમાં આ સમૂહલગ્ન અર્પણ કરવામાં આવેલ છે અને આ આયોજનને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ જીવણભાઈ કુંભરવાડિયા અને આહીર સમાજના પ્રમુખ રાણાભાઈ હુંબલ સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.




Latest News