વાંકાનેરના સરતાનપર રોડે કારખાનાં કવાર્ટરમાં-મોરબીની કારીયા સોસાયટીના ઘરમાં એક-એક યુવાને જીવન ટુંકાવ્યુ
SHARE






વાંકાનેરના સરતાનપર રોડે કારખાનાં કવાર્ટરમાં-મોરબીની કારીયા સોસાયટીના ઘરમાં એક-એક યુવાને જીવન ટુંકાવ્યુ
વાંકાનેરમાં સરતાનપર રોડ ઉપર આવેલ સીરમિક કારખાનાની ઓરડીમાં એક યુવાને તથા મોરબીની કારીયા સોસાયટીમાં એક યુવાને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ છે જેથી કરીને આ બંને બનાવની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબ કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સોલારિસ સીરામીક કારખાનાની ઓરડીમાં રહેતા મૂળ યુપીના શૈલેન્દ્રકુમાર પ્રમોદકુમાર (19) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર તેના લેબર ક્વાર્ટરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આવી જ રીતે મોરબી શહેરના વાવડી રોડ ઉપર આવેલ કારીયા સોસાયટીમાં રહેતા જીલ અનિલભાઈ બારડ (19) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


