મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

હળવદના ડુંગરપુર ગામે વાડીએ આવવાની ના પાડતાં યુવાનને એક શખ્સે કાન ઉપર બચકું ભરી લીધું !: મારી નાખવાની ધમકી


SHARE









હળવદના ડુંગરપુર ગામે વાડીએ આવવાની ના પાડતાં યુવાનને એક શખ્સે કાન ઉપર બચકું ભરી લીધું !: મારી નાખવાની ધમકી

હળવદ તાલુકાના ડુંગરપુર ગામની સીમમાં આવેલ વાડીએ ન આવવા માટે થઈને તે જ ગામના રહેવાસી એક શખ્સને ના પાડી હતી જે બાબતનો ખાર રાખીને યુવાનને ઢીકાપાટુનો મારમાર્યો હતો તેમજ જમણા કાન ઉપર બચકું ભરી લીધું હતું અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી યુવાને સારવાર લીધા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ડુંગરપુર ગામે રહેતા રવિભાઈ કાળુભાઈ દલસાણીયા (28)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જીવાભાઇ અરજણભાઈ આકરિયા રહે. ડુંગરપુર તાલુકો હળવદ વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, મોરબી તાલુકાના લખધીરપુર ગામે રહેતા ફરિયાદીના મિત્ર હસમુખભાઈ જાદવની ડુંગરપુર ગામની સીમમાં વાડી આવેલ છે અને તે વાડીએ જીવાભાઇને આવવાની ફરિયાદીએ ના કહી હતી. જે તેને સારું નહીં લાગતા આરોપીએ ફરિયાદી યુવાનને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ તેના જમણા કામ ઉપર બચકૂ ભરીને કાન ઉપર ઇજા કરી હતી અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા સારવાર લીધા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળથી કાર્યવાહી હાથ ધરી છે.




Latest News