હળવદમાં કોઈ કામ ધંધો ચાલતો ન હોય યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
SHARE






હળવદમાં કોઈ કામ ધંધો ચાલતો ન હોય યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
હળવદમાં આવેલ જીઆઇડીસીમાં કારખાનાના રૂમમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનનો કોઈ કામ ધંધો ચાલતો ન હતો જેથી તેને મનોમન લાગી આવતા તેણે મોર્ડન સ્કૂલ નજીક આવેલ વાડીના શેઢા પાસે લીમડાના ઝાડ સાથે કપડું બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યારબાદ આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી
જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબી જિલ્લાના હળવદ શહેરમાં આવેલ જીઆઇડીસીમાં સાઈબાબા કારખાનાના રૂમમાં રહેતા અને મજૂરી કામ કરતા સવનુભાઈ ભદાભાઈ મારવી (48) નામના યુવાને મોડેલ સ્કૂલ પાસે વગડીયા સીમમાં ચિનુભાઈ પટેલની વાડીના શેઢે લીમડાના ઝાડ સાથે કપડું બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની અશોકકુમાર મરકામ (45) રહે. હાલ સાઇબાબા કારખાનાની રૂમમાં મૂળ રહે મધ્યપ્રદેશ વાળાએ જાણ કરતા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે મૃતક યુવાનનો કોઈ કામ ધંધો ચાલતો ન હતો જેથી તેને મનોમન લાગી આવતા તેણે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો છે તેવી પ્રાથમિક વિગત સામે આવેલ છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે


