મોરબી પીજીવીસીએલમાં એપ્રેન્ટિસ લાઇનમેનની ભરતી: ટંકારા આઈ.ટી.આઈ ખાતે ભરતી મેળો રાજ્ય માહિતી કમિશનરના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં મોરબી જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ પણ વર્ચ્યુઅલી જોડાયા મોરબીમાં પાસપોર્ટ સેવા મોબાઇલ વાન તા.૧૪ થી ૧૬ સુધી કાર્યરત રહેશે હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત
Breaking news
Morbi Today

માળીયા (મિ.) પશુ હોસ્પિટલના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે સીએમને રજૂઆત


SHARE









માળીયા (મિ.) પશુ હોસ્પિટલના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે સીએમને રજૂઆત

માળીયા (મી) શહેરમાં 62.62 કરોડના ખર્ચે પશુ હોસ્પિટલ પુનઃનિર્માણની કામગીરી કરવામાં આવેલ છે અને તેમાં હલકી ગુણવત્તાનો માલ ઉપયોગમાં લેવામાં આવેલ છે ત્યારે આ કામમાં ભ્રષ્ટાચાર થયેલ હોવાથી તેની તપાસ માટે માળીયા શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ દ્વારા સીએમને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે.

માળીયા શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ તૈયબભાઈ જુસબભાઈ જેડા દ્વારા સીએમને રજૂઆત કરવામાં આવી છે. કે, માળીયા (મી)માં 62.62 લાખના ખર્ચે બનાવવામાં આવેલ પશુ હોસ્પિટલની નવી બિલ્ડીંગના કામમાં હલકી ગુણવત્તાનો માલ વપરાયેલ છે. અને ભ્રષ્ટાચારના એંધાણ જોવા મળી રહ્યા છે. ત્યાં અત્યારથી જ ઠેર ઠેર પોપડા પડે છે, દરવાજા બંધ થતાં નથી તેમજ આ બિલ્ડીંગનું માર્ચ 2024માં કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. પરંતુ બિલ્ડીંગ ફર્નીશિંગ (લાઈટ ફિટિંગ, બારી દરવાજા, ગ્રીલ વર્ક વગેરે)ના કામો આજની તારીખે પણ ચાલી રહ્યા છે. અને આ બિલ્ડિંગમાં દરવાજા બંધ થતા નથી જેથી નાના મોટા સામાનની ત્યાંથી ચોરી પણ કરવામાં આવેલ છે.




Latest News