મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી શિશુમંદિરના વિદ્યાર્થીઓ દ્વારા શેરી નાટકો યોજાયા


SHARE









મોરબી શિશુમંદિરના વિદ્યાર્થીઓ દ્વારા શેરી નાટકો યોજાયા

વિદ્યાભારતી સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર દ્વારા માતૃભાષા ગૌરવદિન નિમિત્તે શેરીનાટકોનું આયોજન કરવામાં આવ્યું હતું. અને સમાજમાં માતૃભાષાનું મહત્વ વધે, તેનું ગૌરવ જળવાય, માતૃભાષાની સમૃદ્ધિ વધે અને સમાજમાં માતૃભાષાના માધ્યમથી શિક્ષણની સમજણ વધે તે હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અને પટેલનગર, અવધ સોસાયટી, અવની ચોકડી, ઉમા ટાઉનશીપ (સામા કાંઠે), ચંદ્રેશનગર જેવા સાત વિસ્તારોમાં વિદ્યાર્થીઓ દ્વારા શેરીનાટકો કર્યા હતા જેમાં વિદ્યાર્થીઓએ વક્તવ્ય, નાટક, સમૂહગીત તથા તળપદી ભાષામાં સંચાલન દ્વારા માતૃભાષાના મહત્વને ઉજાગર કર્યું હતું અને આ કાર્યક્રમમાં ૧૬૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ખાસ કરીને પ્રચાર–પ્રસારથી લઈને માઈક, લાઈટ, ખુરશીઓ, પાથરણા જેવી પ્રાથમિક વ્યવસ્થાઓ  ઊભી કરવામાં વિદ્યાલયના વાલીઓએ જહેમત ઉઠાવી હતી.




Latest News