મોરબી વિનય ઇન્ટરનેશનલ સ્કુલના વિદ્યાર્થીઓનું કલામહાકુંભમાં ઝોન કક્ષાએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન
SHARE







મોરબી વિનય ઇન્ટરનેશનલ સ્કુલના વિદ્યાર્થીઓનું કલામહાકુંભમાં ઝોન કક્ષાએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન
યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા દર વર્ષે બાળકોમાં રહેલી કલાઓને ખીલવવા અને વિકસાવવા માટે કલા મહાકુંભ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જેમાં પહેલા તાલુકા, ત્યારબાદ જીલ્લા અને ત્યારબાદ મધ્ય ગુજરાત ઝોન કક્ષાએ વિનય ઇન્ટરનેશનલ સ્કુલનાં વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી અલગ અલગ 3 સ્પર્ધાઓમાં પ્રથમ ક્રમે વિજેતાં બનીને ગુજરાત મધ્ય ઝોન કક્ષાએ મોરબી અને વિનય ઇન્ટરનેશનલ સ્કુલનો ડંકો વગાડ્યો છે. વિવિધ વિભાગીય સ્પર્ધાઓમાંથી એકપાત્રીય અભિનય (6-14 વર્ષ) પ્રથમ ક્રમ સિયા ખાંટ, ભરતનાટ્યમ (6-14 વર્ષ) પ્રથમ ક્રમ જાંશી ચોકક્સી અને પ્રાચીન ગરબા (6-14 વર્ષ) સમૂહ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવી વિનય ઇન્ટરનેશનલ સ્કુલના બાળકોએ સહુને આશ્ચર્યચકિત કરી દીધા હતા. આગામી સમયમાં આ વિજેતાઓ ગુજરાત રાજ્યકક્ષાએ મોરબી જીલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. વિદ્યાર્થીઓએ શાળા વિનય ઇન્ટરનેશનલ સ્કુલ, માતા-પિતા તથા મોરબી જીલ્લાનું ગૌરવ વધારેલ છે. તે બદલ વિનય ઇન્ટરનેશનલ સ્કુલ મેનેજમેન્ટ, પ્રિન્સીપલ, સર્વે શિક્ષકગણ તેમજ સંપુર્ણ શાળા પરીવાર તરફથી વિધાર્થીઓને આશીર્વાદ શુભકામનાઓ અને અભીનંદન પાઠવેલ છે.
