મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીકથી ૭ પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સને પોલીસે દબોચ્યા


SHARE





માળીયા (મી) નજીકથી ૭ પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સને પોલીસે દબોચ્યા

માળીયા મીંયાણા ઓનેસ્ટ હોટલ પાસે કચ્છ મોરબી હાઈવે ઉપરથી બોલેરો ગાડી પસાર થતી હતી જેન્ રોકીને ચેક કરી હતી ત્યારે તેમાંથી દયનીય હાલતમા પાડા(જીવ) નંગ ૦૭ મળી આવ્યા હતા જેથી પોલીસે બે ઇશમોને પકડી માળીયા મીંયાણા પોલીસ સ્ટેશને ગુનો નોંધીને કાર્યવાહી કરેલ છે

માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.સી.ગોહિલ તથા માળીયા પોલીસ સ્ટાફ નાઇટ રાઉન્ડ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન માળીયા મીં. ઓનેસ્ટ ચેક હોટલ પાસે કચ્છ મોરબી હાઈવે ઉપર આવતા એક સફેદ કલરની બોલેરો ગાડી બોલેરો ગાડી નં. જી.જે.૧૨ સીટી ૮૩૯૯ ના ઠાઠામાં નાના મોટા પાડાઓ નંગ ૦૭ (સાત)ને ભરવા પુરતી જગ્યા ન હોય અને પાડાઓને ગાડીના ઠાઠામા ઠસોઠસ ભરી દયનીય હાલતમાં ક્રુરતા પુર્વક રાખી લઇ જતા હતા જેથી પોલીસે  ૭ નંગ પાડા જેની કીંમત રૂ. ૨૧,૦૦૦ ગણી તેમજ બોલેરો ગાડી ૩ લાખ અને ૧૦ હજારની કિંમતના બે મોબાઇલ ફોન આમ કુલ મળીને ૩.૩૧ લાખનો મુદામાલ કબજે કરેલ છે અને આરોપી અનવરભાઈ અબ્દુલેમાન શેખ (૨૯) રહે શેખ વાંઢ ડુમાન્ડો ભીરીંન્દર તાલુકો ભુજ અને સકલીન હાજીરાયધણ જત (૨૫) રહે સવાણીવાઢ સેરાડા મોટા ભગાડીયો તાલુકો ભુજ વાળાને પકડીને તેની સામે માળીયા મીંયાણા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે




Latest News