માળીયા (મી) નજીકથી ૭ પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સને પોલીસે દબોચ્યા
ભાજપ પ્રમુખે કર્યો પર્દાફાશ: હળવદના ઇંગોરાળા ગામ પાસે જાહેરમાંથી સરકારી દવાનો જથ્થો તથા દવાના ખાલી બોક્સ-બોટલો મળ્યા
SHARE






સામાન્ય રીતે મેડિકલ વેસ્ટના ઢગલા આડેધડ કરવામાં આવતા હોય તેવું તો અનેક વખત જોવા મળતું હોય છે પરંતુ હળવદ તાલુકાના ઇંગોરાળા અને મયાપુર ગામ વચ્ચે સરકારી દવાનો જથ્થો તથા વપરાઈ ગયેલ દવાના ખાલી બોક્સ અને બોટલો મળી આવેલ છે જેથી કરીને આ અંગેની તાલુકા ભાજપના પ્રમુખ દ્વારા સંબંધિત વિભાગના અધિકારીને રજૂઆત કરીને જવાબદાર બેદરકાર અધિકારી અને કર્મચારી સામે આકરા પગલાં લેવા માટે થઈને માંગ કરવામાં આવી છે
સરકાર દ્વારા જરૂરિયાત મંદ અને શ્રમિક પરિવારના દર્દીઓને દવાઓ મળી રહે તે માટે તેને કરોડો રૂપિયાનો ખર્ચો કરીને છેવાડાના ગામ સુધી દવાના જથ્થાને પહોંચાડવામાં આવતો હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની બેદરકારીના કારણે સરકારની કામગીરી ઉપર પાણી ફરી વડે તેવી ઘટનાઓ સામે આવતી હોય છે આવી જ એક ઘટના મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવતા ઇંગોરાળા અને મયાપુર ગામ વચ્ચે જોવા મળેલ છે મયાપુર ગામ નજીક થી પસાર થતી નર્મદાની કેનાલ પાસે કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા રાત્રી દરમિયાન રોડના કાંઠા ઉપર સરકારમાંથી આપવામાં આવતી દવાઓનો જથ્થો જેમાં કેટલીક દવાઓ એક્સપાયરી ડેટ ન હતી તેમ છતાં પણ ત્યાં ફેંકી દેવામાં આવી હતી તેમજ કેટલીક દવાઓના ખાલી બોક્સ, ખાલી બોટલો વગેરે ત્યાંથી મળી આવ્યા હતા જેથી કરીને હળવદ તાલુકા ભાજપના પ્રમુખ ભરતભાઈ કંજારિયા દ્વારા આરોગ્ય વિભાગના અધિકારીઓને આ અંગેની જાણ કરીને બેદરકાર અધિકારી તથા કર્મચારી સામે પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.
વધુમાં આરોગ્ય વિભાગના અધિકારી સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે સ્થળ ઉપરથી જે દવાની ખાલી બોટલો તથા બોક્સ મળી આવ્યા છે તેમજ જે દવાઓ ત્યાં પડી હતી તે પૈકીની કેટલીક દવાઓ જો ભૂલથી પણ કોઈ વ્યક્તિ પી જાય તો તે ઝેર બની જાય તેવી શક્યતાઓ હતી તેમ છતાં પણ બેદરકારી પૂર્વક તેને રોડ કાંઠે જાહેરમાં ફેંકી દેવામાં આવી હતી આ ગંભીર પ્રકારની બેદરકારી ગણી શકાય તેમ છે જોકે આ ઘટના જ્યારે ધ્યાન ઉપર આવી ત્યારબાદ થી લઈને બપોર સુધીમાં ત્યાં ફેકવામાં આવેલ દવા જથ્થામાંથી મોટાભાગનો દવાનો જથ્થો કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા તકનો લાભ લઈને સગે વગે કરી નાખવામાં આવ્યો છે પરંતુ ખરેખર દવા કોણ ફેંકી ગયું હતું અને ત્યાંથી દવાનો જથ્થો કોણે સગેવગે કર્યો તે પણ હવે તપાસનો વિષય બની ગયો છે.


