મોરબીમાં સરકારી આયુર્વેદીક દવાખાના પાસે ઉભરાતી ગટરનો પ્રશ્ન ન ઉકેલાય તો ઉગ્ર આંદોલન: આપ
કચ્છથી કતલખાઈને લઈ જવામાં આવતા ૧૦ પાડાને મોરબીના ગાળા ગામ પાસેથી ગૌરક્ષકોએ બચાવ્યા, બે સામે ગુનો નોંધાયો
SHARE






કચ્છથી કતલખાઈને લઈ જવામાં આવતા ૧૦ પાડાને મોરબીના ગાળા ગામ પાસેથી ગૌરક્ષકોએ બચાવ્યા, બે સામે ગુનો નોંધાયો
મોરબી ગૌરક્ષકો, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગના હોદેદારોને મળેલ બાતમી આધારે પોલીસને સાથે રાખીને મોરબી કચ્છ રોડે વોચ રાખવામા આવી હતી. ત્યારે કચ્છ બાજુથી મોરબી બાજુ બોલેરો પીકપ ગાડી આવી રહી હતી ત્યારે મોરબી તાલુકાના ગાળા ગામ પાસે ગાડી નંબર જીજે ૧૨ એવાય ૨૯૦૧ ને રોકીને ચેક કરી હતી ત્યારે તે ગાડીમાંથી ૧૦ નાના પાડા મળી આવ્યા હતા અને ક્રુરતાપુર્વક તેને ટૂંકા દોરડાથી બાંધીને કતલખાને લઈ જતાં હોય ગાડી લઈને જઈ રહેલા શખ્સની પૂછપરછ કરતા તેને કહ્યું હતું કે, શિકારપુરથી પાડા ગાડીમાં ભરેલ હતા અને મોરબી ખાટકીવાસમાં લઈ જવાના હતા અને કતલ કરવાના ઇરાદે કતલખાને લઈ જવામાં આવી રહ્યા હતા.જેથી કરીને મોરબી ગૌરક્ષકો, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો દ્વારા અબોલ જીવને બચાવીને મોરબી પાંજરાપોળમાં મૂકવામાં આવેલ છે.હાલમાં પકડાયેલા રમજુ ગુલમામદભાઈ રાઉમા સંધિ (૩૬) રહે.કટારીયા ગામ મસ્જિદ પાસે ભચાઉ કચ્છ (ભુજ) વાળાને પકડીને તાલુકા પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો અને તેની પૂછપરછમાં ઈકબાલ ઉર્ફે બબાભાઈ શેખ રહે.શિકારપુર ભચાઉ (કચ્છ) નું નામ ખુલતા હાલ બંને વિરુદ્ધ મોરબીના પાર્થ નેસડિયા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા તાલુકા પોલીસ મથકના સબળસિંહ સોલંકી દ્વારા પશુ અતીક્રમણ ધારા હેઠળ ઉપરોક્ત બંને સામે ગુનો નોંધવામાં આવ્યો છે.હાલ રૂપિયા ચાર લાખની કિંમતનું વાહન તથા રૂપિયા ૧૫,૦૦૦ ની કિંમતના ઢોર એમ કુલ મળી રૂા.૪,૧૫,૦૦૦ ની મતા જપ્ત કરવામાં આવી હતી અને રમજુ રાઉમાને પકડીને ઈકબાલ શેખની શોધખોળા હાથ ધરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવેલ છે.


