વાંકાનેર તાલુકાનાં વરડુસર ગામે આવેલ શાળામાં સાયન્સ ફેર યોજાયો
ટંકારા તાલુકાની બે શાળાની વિદ્યાર્થિનીઓને આપવામાં આવેલ સ્વરક્ષણની તાલીમનું પ્રદર્શન યોજાયું
SHARE






ટંકારા તાલુકાની બે શાળાની વિદ્યાર્થિનીઓને આપવામાં આવેલ સ્વરક્ષણની તાલીમનું પ્રદર્શન યોજાયું
ટંકારા તાલુકાની બે શાળાની વિદ્યાર્થિનીઓને આપવામાં આવેલ સ્વરક્ષણની તાલિમનું પ્રદર્શના પોલીસ સ્ટેશન ખાતે યોજાયું હતું અને પોલીસ પ્રજાના મિત્ર, સુરક્ષા અને સલામતી તેમજ ટ્રાફિક સહિતનિ બાબતોનું માર્ગદર્શન અધિકારીઓએ દ્વારા આપવામાં આવ્યું હતું અને ત્યારે બહેનોને લીધેલ સ્વરક્ષણની તાલીમમાં જુડો, કરાટે વિગેરે શીખવવમાં આવ્યું હતું તેને દીકરીઓએ લોકોની સમક્ષ રજૂ કર્યું હતું.
ટંકારામાં આવેલ ઓરપેટ કન્યા વિદ્યાલય ખાતે 215 અને સરદાર વલ્લભભાઈ પટેલ શાળાની 20 વિદ્યાર્થિનીઓને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી હતી. જેનું પ્રદર્શન ટંકારા પોલીસ સ્ટેશનના પટાંગણમાં રાખવામા આવ્યું હતું ત્યારે SPC, NCC ના બાળકોએ પરેડ પણ કરી હતી. આ કાર્યક્રમમાં ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા તેમજ ડિવાયએસપી સમીર સારડા, ટંકારાના પીઆઇ કે.એમ. છાસિયા, વાંકાનેર તાલુકા પીઆઈ ડી.વી. ખરાડી, વાંકાનેર સિટી પીઆઈ એચ.એ. જાડેજા, મોરબી જિલ્લા ટ્રાફિક પીઆઈ એચ.વી. ધેલા, મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ લગધીરકા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા આ ઉપરાંત જિલ્લા પંચાયતના સદસ્ય પ્રતિનિધિ અશોકભાઈ ચાવડા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ વસંતભાઈ માંડવીયા, સદસ્ય સલિમ અબ્રાણી, બાલાશ્રમ આશ્રમના પ્રભુભાઈ કડીવાર, ઓરપેટ કન્યા વિદ્યાલયના ગોપાલભાઈ પટેલ, ઉધોગપતિ અશ્વિનભાઈ ભટાસણા સહિતના લોકો હાજર રહ્યા હતા આ તકે પોલીસે બાલ્યાવસ્થામાં મા-બાપ અને પરિવારની છત્રછાયા ગુમાવી દીધેલા બાળકોને એમની માંગણી મુજબ સ્કૂલબેગ અને શૈક્ષણિક કિટ અર્પણ કરી હતી.


