મોરબીમાં સંઘચાલક ડૉ.જયંતિભાઈ ભાડેસિઆનો જન્મદિવસ સામાજિક સમરસતા વિષયને અનુરૂપ ઉજવાયો
મોરબીમાં સરસ્વતી શિશુમંદિર ખાતે વ્યાકરણબાગ-સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
SHARE







મોરબીમાં સરસ્વતી શિશુમંદિર ખાતે વ્યાકરણબાગ-સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
મોરબીમાં આવેલ શ્રી સરસ્વતી શિશુમંદિરના પ્રભાત તથા કક્ષા ૧ થી ૪ ના વિદ્યાર્થીઓ દ્વારા વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે વ્યાકરણબાગ અને સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ હાજર રહ્યા હતા આ તકે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દિનેશભાઈ ગરચર તેમજ મનોજભાઈ ઓગણજા, નિલેશભાઈ કુંડારીયા, અશોકભાઈ રંગપરીયા સહિતના મહેમાનોમાં હાજર રહ્યા હતા. અત્રે ઉલેખનીય છે કે, વિદ્યાર્થીઓ દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓએ જ સાહિત્યકારોનો પરિચય, ભાષાદિવસનું મહત્વ નાટક, ભાષાનું ગૌરવ વધારતી તેમજ ગુજરાતની વિશેષતા દર્શાવતી, ગામડાની સંસ્કૃતિની ઝાંખી કરાવતી કૃતિઓ રજૂ કરી હતી.
