વાંકાનેર સિટી પોલીસે 9 લોકોને 2.16 લાખની કિંમતના મોબાઇલ પરત કર્યા
વાંકાનેર તાલુકા પોલીસે ગુમ થયેલ બાળકને શોધીને વાલીને સોંપ્યો
SHARE






વાંકાનેર તાલુકા પોલીસે ગુમ થયેલ બાળકને શોધીને વાલીને સોંપ્યો
વાંકાનેરના અગાભી પીપળીયા ગામેથી વાલી વારસ વગરનો સગીર વયનો બાળક મળી આવ્યો છે. જે બાબતે વાંકાનેર તાલુકા પોલીસને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બાળકનો કબજો લીધેલ હતી અને તેના વાલીની શોધખોળ શરૂ કરી હતી. દરમ્યાન સગીર વયનો બાળક રાજકોટ આજીડેમ લાપાસરી મામાદેવ મંદિર પાસે રહેતા હોવાનું અને અને તેનું નામ અનકરભાઈ પાંગલીયા મોહનીયા રહે. મૂળ. મધ્યપ્રદેશ વાળો હોવાનું સામે આવ્યું હતું જેથી તેના વાલીને બોલાવીને ખાતરી કરીને બાળકને પોલીસે તેના વાલીને સોંપ્યો છે.


