વાંકાનેર તાલુકા પોલીસે ગુમ થયેલ બાળકને શોધીને વાલીને સોંપ્યો
મોરબીના નવલખી રોડે ઓવરબ્રિજ નીચેથી ચોરી કરેલા બાઇક સાથે આરોપી વાંકાનેરમાંથી ઝડપાયો
SHARE






મોરબીના નવલખી રોડે ઓવરબ્રિજ નીચેથી ચોરી કરેલા બાઇક સાથે આરોપી વાંકાનેરમાંથી ઝડપાયો
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ઓવરબ્રિજ નીચેના ભાગમાં આધેડે પોતાનું બાઈક પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્ય શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી હતી જેથી ભોગ બનેલ આધેડે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે તપાસ ચાલી રહી હતી તેવામાં ચોરાઉ બાઇક સાથે આરોપી વાંકાનેર શહેરમાંથી પકડાયેલ છે.
મોરબીના રવાપર ગામ નજીક આવેલ શક્તિ ટાઉનશિપમાં તુલસી બી એપાર્ટમેન્ટ બ્લોક નં-802 માં રહેતા સુરેશભાઈ રામજીભાઈ જાવિયા (53)એ અજાણ્યા શખ્સની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે, મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ઓવરબ્રિજ નીચેના ભાગમાં તેમને પોતાનું બાઈક નંબર જીજે 3 ડીએચ 6100 પાર્ક કરીને મૂક્યું હતું જે બાઇકની કોઈ અજાણ્ય શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેળ છે જેથી 15,000 રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવાની આધેડે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને તેવામાં વાંકાનેર શહેર પોલીસ સ્ટેશનની ટિમ દ્વારા જિનપરા વિસ્તારમાં વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતુ ત્યારે નંબર પ્લેટ વગરના બાઈકની સાથે એક શખ્સ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે તેની વધુ પૂછપરછ કરતાં તેને આ બાઈકની નવલખી રોડ ઉપર આવેલ ઓવરબ્રિજ નીચેના ભાગમાંથી ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી જેથી પોલીસે ચોરાઉ બાઈકની સાથે આરોપી અલ્પેશ રમેશભાઈ બોહુકિયા (21) રહે. હાલ વીસીપરા મોરબી મૂળ રહે. વાવડી ગામ તાલુકો ચોટીલા વાળાને પકડીને બી ડિવિઝન પોલીસ હવાલે કરેલ છે.


