મોરબીની સેવાકીય સંસ્થાને અમદાવાદ ખાતે મહિલાઓના ઉત્કર્ષ કાર્યો માટે સન્માનિત કરવામાં આવી મોરબી જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખને શ્રીફળ, સાકરના પળાથી વધાઈ આપતા પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા મોરબીના ઘૂટું ગામે રોડના કામમાં નડતરરૂપ બાપા સીતારામની મઢૂલી સહિતના દબાણોને તોડી પાડ્યા વાંકાનેર સીટી પોલીસે જુદાજુદા અરજદારોના ૨.૯૪ લાખના ૧૧ મોબાઈલ શોધીને પરત આપ્યા હળવદના ઇસનપુર પાસે આઈ.ઓ.સી.એલ. દ્વારા ઑફ સાઈટ મોક ડ્રિલ યોજાઇ મોરબી જિલ્લામાં ધૂળેટીના દિવસે જાહેર રસ્તાઓ ઉપર રંગો ઉડાડવા સહિતના કૃત્યો પર પ્રતિબંધ મોરબી જિલ્લામાં આકરા તાપમાનમાં લૂ લાગવાથી બચવા માટે આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર મોરબીના ઝૂલતા પુલ કેસમાં આરોપીઓએ કરેલ ડિસ્ચાર્જ અરજીમાં 15 એપ્રિલની મુદત: જયસુખભાઇ પટેલને મોરબીમાં પ્રવેશવાની કોર્ટે આપી મંજૂરી
Breaking news
Morbi Today

રાજકોટથી માનતા પૂરી કરવા માટે પગપાળા જતાં મહિલાને ટંકારાના ધ્રુવનગર પાસે કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત


SHARE











રાજકોટથી માનતા પૂરી કરવા માટે પગપાળા જતાં મહિલાને ટંકારાના ધ્રુવનગર પાસે કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત

ટંકારા મોરબી હાઇવે રોડ ઉપર ધ્રુવનગર ગામ પાસે મંદિર સામેથી માનતા પૂરી કરવા માટે પગપાળા ચાલીને મહિલા અન્ય મહિલાઓ સાથે જતાં હતા ત્યારે અલ્ટો ગાડીના ચાલકે તેઓને પાછળથી હડફેટે લીધા હતા જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને મહિલાને રોડ સાઈડમાં આવેલ લોખંડની રેલિંગ સાથે ભટકાડી માથામાં તથા શરીરે ગંભીર ઇજાઓ કરી હતી અને વાહન ચાલક તેનું વાહન લઈને નાશી ગયો હતો જેથી કરીને હાલમાં ભોગ બનેલ મહિલાના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે રાજકોટના જામનગર રોડ ઉપર આવેલ પરપીપળીયા ગામે ગૌશાળા ખાતે રહેતા અર્જુનદાન શક્તિદાન બાટી (28)એ અલ્ટો ગાડી નં. જીજે 3 એનપી 9146 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ટંકારા મોરબી રોડ ઉપર ધ્રુવનગર ગામ પાસે આવેલ મામાદેવના મંદિર સામેથી તેઓના મમ્મી ક્રિષ્નાબેન શક્તિદાન બાટી અન્ય મહિલાઓ સાથે પગપાળા ચાલીને જઈ રહ્યા હતા ત્યારે પાછળથી અલ્ટો ગાડીના ચાલકે તેઓને હડફેટે લેતા અકસ્માત થયો હતો અને ફરિયાદીના મમ્મીને રોડની બાજુની લોખંડની રેલિંગ સાથે ભટકાડી માથામાં ગંભીર ઇજાઓ કરી સ્થળ ઉપરથી આરોપી તેનું વાહન લઇને નાસી ગયો હતો ત્યાર બાદ ઈજા પામેલ હાલતમાં મહિલાને સારવાર માટે લઈને આવ્યા હતા અને હાલમાં મહિલાના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે વધુમાં ફરિયાદી સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, રાજકોટથી તેઓ હળવદ તાલુકાનાં સરંભડા ગામે માનતા પૂરી કરવા માટે ચાલીને જતાં હતા ત્યારે ફરિયાદીના માતા સહિત કુલ ત્રણ મહિલા ચાલીને આગળ જતાં હતા અને તેઓની પાછળ ફરિયાદી રિક્ષા લઈને જઈ રહ્યો હતો તેવામાં કાર ચાલકે ફરિયાદીની માતાને હડફેટે લેતા આ અકસ્માતનો બનાવ બનેલ છે.








Latest News