મોરબીના જેતપર ગામે ચૂલાની અગ્નિથી આખા શરીરે દાઝી ગયેલ મહિલાનું રાજકોટ ખાતે સારવાર દરમ્યાન મોત
SHARE






મોરબીના જેતપર ગામે ચૂલાની અગ્નિથી આખા શરીરે દાઝી ગયેલ મહિલાનું રાજકોટ ખાતે સારવાર દરમ્યાન મોત
મોરબી તાલુકાના જેતપર ગામે વણકરવાસમાં રહેતી મહિલાએ પોતે પોતાના ઘરે પાણી ગરમ કરવા માટે ચૂલામાં આગ પ્રગટાવી હતી અને આગ તેની સાડીમાં અડી જતા મહિલા શરીરે દાઝી ગઈ હતી જેથી તેના પ્રથમ સારવાર માટે જેતપર સીએચસી અને ત્યાર બાદ વધુ સારવાર માટે તેને રાજકોટની સરકારી હોસ્પિટલ સુધી લઈ ગયા હતા જોકે મહિલા ગંભીર રીતે દાઝી ગયેલ હોવાથી તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જે બનાવની મૃતક મહિલાના પતિએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના જેતપર ગામે આવેલ વણકરવાસમાં રહેતા ગીતાબેન પ્રવીણભાઈ પરમાર (36) નામના મહિલાએ ગઈકાલે બપોરના બે વાગ્યા પહેલા કોઈપણ સમયે પોતે પોતાના ઘરે રહેણાક મકાનમાં ફળિયામાં પાણી ગરમ કરવા માટે ચૂલામાં આગ પ્રગટાવી હતી અને આગ તેઓની સાડીના છેડે અડી જતા કપડાં બાદ તેઓ શરીરે ગંભીર રીતે દાજી ગયા હતા જેથી મહિલાને પ્રથમ સારવાર માટે જેતપર ગામે આવેલ સીએચસી ખાતે લઈને આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે મોરબી અને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જોકે મહિલા આખા શરીરે ગંભીર રીતે દાઝી ગયેલ હોવાથી તેનું સારવાર દરમિયાન મોત થયું હતું અને ત્યારબાદ આ બનાવની મૃતક મહિલાના પતિ પ્રવીણભાઈ ભલાભાઇ પરમાર (37) રહે. જેતપર વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


