મોરબીના જેતપર ગામે ચૂલાની અગ્નિથી આખા શરીરે દાઝી ગયેલ મહિલાનું રાજકોટ ખાતે સારવાર દરમ્યાન મોત
ટંકારા નજીક કારખાનામાં રહેતા યુવાને જાતે ગળા ઉપર તીક્ષ્ણ હથિયારથી ઇજા કરીને ત્રીજા માળેથી પડતું મુક્તા મોત
SHARE






ટંકારા નજીક કારખાનામાં રહેતા યુવાને જાતે ગળા ઉપર તીક્ષ્ણ હથિયારથી ઇજા કરીને ત્રીજા માળેથી પડતું મુક્તા મોત
ટંકારા મોરબી હાઇવે રોડ ઉપર આવેલ સિદ્ધિ વિનાયક પેટ્રોલપંપ ની પાછળના ભાગમાં આવેલ દયાનંદ એફઆઈબીસી કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાને પહેલા તીક્ષ્ણ હથિયાર વડે પોતાના ગળાના ભાગે ઇજા કરી હતી અને ત્યાર બાદ ત્રીજા માળ ઉપરથી નીચે પડતું મુકયુ હતું જેથી તેને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું અને ત્યાર બાદ તેના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલમાં ટંકારા નજીક આવેલ લગધીરગઢ ગામની સીમમાં દયાનંદ એફઆઈબીસી કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા અનુજ જયમલ કુશવાહ (25) નામના યુવાને ગઈકાલે કોઈ કારણોસર પોતે પોતાની જાતે તીક્ષણ હથિયાર વડે પોતાના ગળાના ભાગે ઇજા પહોંચાડી હતી અને ત્યારબાદ ત્રીજા માળે ઊંચાઈ ઉપરથી નીચે પડતું મૂક્યું હતું જેથી તે યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે લઈને આવ્યા હતા અને ફોરેન્સિક પીએમ માટે યુવાનના મૃતદેહને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ હતો અને તેમાં યુવાનને માથાના ભાગે હેમરેજ અને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઇજા કરેલ હોવાના કારણે તેનું મોત થયું હોવાનું સામે આવી છે જેથી પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


