મોરબીમાં આવેલ પેટ્રોલ પંપમાંથી એકટીવાની ચોરી
SHARE






મોરબીમાં આવેલ પેટ્રોલ પંપમાંથી એકટીવાની ચોરી
મોરબીના ગાંધીચોક પાસે આવેલ પેટ્રોલ પંપમાંથી એકટીવાની ચોરી કરવામાં આવી છે જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મોરબીમાં મહાપાલિકાની બાજુમાં આવેલ ગાંધીચોક પાસે ભારત પેટ્રોલ પંપમાં એકટીવા નંબર જીજે 3 એસ 9325 પાર્ક કરીને મૂક્યું હતું જે 20 હજાર રૂપિયાની કિંમતનું એકટીવા ગત તા. 19/2 ના રોજ રાત્રિના 9:30 વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવ્યું હતું અને તેનો સીસીટીવી કેમેરાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે બાબતે હાલમાં મહિપતસિંહ લાખુભા ઝાલા (58) રહે. સનાળા રોડ હાઉસિંગ બોર્ડ રામજી મંદિર વાળી શેરી મોરબી વાળાએ અજાણ્યા શખ્સની સામે વાહન ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેથી પોલીસે 20 હજાર રૂપિયાની કિંમતના એકટીવાની ચોરી થઈ હોવાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
વરલી જુગાર
મોરબીના જુના બસ સ્ટેશન પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જીવરાજભાઈ શંકરભાઈ ધામેચા નામની વ્યક્તિ વરલીના આંકડા લેતા મળી આવી હતી જેથી પોલીસે તેની પાસેથી 520 ની રોકડ કબજે કરી હતી આવી જ રીતે મોરબીમાં કબીર ટેકરી મેઇન રોડ ઉપર વરલી જુગારના આંકડા લેવામાં આવતા હતા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી અવેસભાઈ અયુબભાઈ કાશમાણી રહે. કબીર ટેકરી મેઇન રોડ મોરબી વાળો મળી આવતા પોલીસે તેની પાસેથી 600 ની રોકડ કબજે કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધાયો છે.


