મોરબીમાં સીએમના આગમન પહેલા વિરોધ પ્રદર્શન કરનાર કોંગ્રેસ અને આપના આગેવાનોની અટકાયત મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબી એલ.ઇ. કોલેજ ખાતે લેન્કો એલમની એસો. દ્વારા ૧૪ મુ ગોલ્ડ મેડલ ફંકશન યોજાશે


SHARE













મોરબી એલ.ઇ. કોલેજ ખાતે લેન્કો એલમની એસો. દ્વારા ૧૪ મુ ગોલ્ડ મેડલ ફંકશન યોજાશે

મોરબી લેન્કો એલ્યુમિનિ એસો. દ્વારા એલ.ઇ. કોલેજ ખાતેથી તાજેતરમાં અભ્યાસ પુર્ણ કર્યો છે તેવા તેજસ્વી વિદ્યાર્થીઓ કે જેમણે પોતાના વિષયમાં કે બ્રાન્ચમાં ટોપ કર્યું છે તેમને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવે છે અને આગામી તા. ૫ માર્ચને બુધવારના રોજ ૧૪ મુ ગોલ્ડ મેડલ એવોર્ડ ફંકશન યોજાશે.

ગોલ્ડ મેડલ એવોર્ડ ફંકશન સાથે એલ.ઇ. કોલેજના પૂર્વ વિદ્યાર્થીઓના ગેટ ટુ ગેધરનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન પી.એસ.પી. પ્રોજેક્ટસ પ્રા લિ.ના પ્રહલાદભાઈ પટેલ છે ઉપરાંત લેન્કો એલમની એસો.ના ફાઉન્ડર પ્રેસિડેન્ટ અને હર્ષા એન્જીનીયર્સના મેનેજીંગ ડીરેકટર હરીશભાઈ રંગવાલા  તથા એલ.ઈ. કોલેજના પ્રિન્સીપાલ ડો. આર.કે. મેવાડા કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. અને દેશ વિદેશમાં વસતા એલ.ઈ. કોલેજના પૂર્વ વિદ્યાર્થીઓ આ તકે પોતાની માતૃસંસ્થા ખાતે જુના સંસ્મરણો તાજા કરવા અને કોલેજ કાળના મિત્રોને મળવા ખુબ જ ઉત્સાહથી આ કાર્યક્રમમાં આવશે એવું સંસ્થાના સેક્રેટરી એન.આર.હુંબલ અને જયદેવ શાહયાદીમાં જણાવ્યુ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લેન્કો એલમની એસો.ના પ્રેસિડેન્ટ અમૃત મેનપરા, હસમુખ ઉભડીયા, પરેશ પટેલ સહિતના સભ્યો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.




Latest News