દારૂની હેરાફેરીનો પર્દાફાશઃ મોરબીના પીપળી ગામ નજીક ટ્રેલરમાં માટીની આડમાં લઇ જવાતો ૮૨૮ બોટલ દારૂ-૩૧૨ બિયરની ટીન સાથે એક ઝડપાયો
SHARE






મોરબી તાલુકાના પીપળી ગામે માનસરોવર સોસાયટી પાસે થી માટીની બોરીની આડમાં ઇગ્લીશ દારૂની હેરાફેરી થતી હોવાનો પર્દાફાશ કર્યો છે અને ટ્રેલરમાંથી ૮૨૮ બોટલ દારૂ અને ૩૧૨ બિયરના ટીન કબજે કરેલ છે તેમજ ટ્રેલર તથા મોબાઇલ સહિત કુલ મળીને ૧૫.૨૪ લાખનો મુદામાલ કબજે કરેલ છે અને એક આરોપીની ધરપકડ કરેલ છે
મોરબી તાલુકાના પીઆઇ એસ.કે.ચારેલના સીધા માર્ગદર્શન હેઠળ કેતનભાઇ અજાણા તથા સિધ્ધરાજભાઇ લોખીલને સંયુકત મળેલ બાતમી આધારે મોરબી તાલુકાના પીપળી ગામની સીમ અંબીકા કારખાના પાસે માનસરોવર સોસાયટી પાસે કાચા રોડ ઉપર પડેલ ટ્રેલર નં. આરજે ૯ જીસી ૩૧૪૧ માં ભરેલ માટીની બોરીની આડમાં છુપાવેલ અલગ અલગ બ્રાન્ડની ઇગ્લીશ દારૂ ની કાચ ની નાની મોટી શીલપેક ૮૨૮ બોટલ તથા ૩૧૨ શીલપેક બીયર ટીન જેની કુલ કિંમત ૫,૧૪,૦૯૨ નો મુદામાલ મળી આવેલ હતો જેથી પોલીસે દારૂની હેરાફેરી કરી રહેલ ટ્રેલર જેની કિંમત ૧૦ લાખ તેમજ બે મોબાઇલ ૧૦,૦૦૦ આમ કુલ મળીને ૧૫,૨૪,૦૯૨ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને આરોપી શ્રવણસિંગ કીશનસિંગ રાવત રહે. અકીગઢ તાલુકો ભીમ જીલ્લો બ્યાવર રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ છે આ કામગીરી પીઆઇ એસ.કે ચારેલની સુચના મુજબ પીએસઆઇ એસ.એન. સગારકા તથા ભુપતસિંહ પરમાર, અંબાપ્રતાપસિંહ જાડેજા, મહાવીરસિંહ પરમાર, ચંદ્રસિંહ પઢીયાર, દેવશીભાઇ મોરી, રમેશભાઇ મુંધવા, કેતનભાઈ અજાણા, સિધ્ધરાજભાઇ લોખીલ, શકતિસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ પરમાર, ભગીરથભાઇ લોખીલ, અરવિંદભાઇ મકવાણા, ફુલદીપભાઇ કાનગડ, અજયભાઇ લાવડીયા, યશવંતસિંહ ઝાલા દ્વારા કરવામાં આવેલ છે.


