મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેરમાંથી બે ચોરાઉ બાઇક સાથે પોલીસે એક શખ્સની કરી ધરપકડ


SHARE













વાંકાનેરમાંથી બે ચોરાઉ બાઇક સાથે પોલીસે એક શખ્સની કરી ધરપકડ

વાંકાનેર નજીક કારખાનાના કવાર્ટર પાસેથી ચોરી કરેલા ચોરાઉ બાઇક સાથે પોલીસે એક શખ્સની ધરપકડ કરેલ છે અને બાઇક ચોરીના બે અનડીટેક્ટ ગુન્હા ડીટેક્ટ કરીને પોલીસે મુદામાલને પણ કબજે કરેલ છે

વાંકાનેર વિભાગના ડીવાયએસપી એસ.એચ. સારડાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એચ.એ.જાડેજા તથા વાંકાનેર સીટી પોલીસ સ્ટાફના માણસો ચોરીના ગુના ડીટેકટ કરવા માટેની કામગીરી કરી રહ્યા હતા અને જીનપરા જકાતનાકા નેશનલ હાઇવે ખાતે અસરકાર વાહન ચેકીંગની કામગીરી કરી રહ્યા હતા તે દરમ્યાન મોરબી તરફથી એક બાઇક આવી રહ્યુ હતુ તે બાઇકને રોકીને પોલીસે આવતા બાઇક લઇને જતા શખ્સ પાસે બાઇકના કાગળો માંગ્યા હતા ત્યારે તે ગલ્લા-તલ્લા કરતા બાઇક ચાલકની સધન પુછપરછ કરતા વાંકાનેર જયોતિ સેનેટરીમાથી બાઇકની ચોરી કરેલ હોવાની કબુલાત આપી હતી તેમજ અન્ય એક બાઇક વાંકાનેર સોમાણી સેનેટરીમાથી ચોરી કરેલ હોવાની કબુલાત આપતા ૧.૩૫ લાખની કિંમતના બે ચોરાઉ બાઇકનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી રાકેશ ઉર્ફે ગોપાલ રમેશભાઈ કામડીયા (૨૧) હાલ રહે. મોરબી લીલાપર ચોકડી પાસે ઝુપડામા મોરબી મુળ રહે. અંજાર સરકારી દવાખાના પાછળ હનુમાન ટેકરી જીલ્લો કચ્છ વાળાની ધરપકડ કરેલ છે આ કામગીરી પીઆઇ એચ.એ.જાડેજાની સુચના મુજબ ધર્મેન્દ્રકુમાર અંબારામભાઇ, યશપાલસિંહ ભવાનસિંહ, વનરાજસિંહ અભેસિંહ, બળદેવસિંહ મહાવીરસિંહ, વિરેન્દ્રસિંહ હરભમજી, વિશ્વરાજસિંહ પ્રવિણસિંહ, રાણીંગભાઇ નાજભાઇ, ભરતભાઇ વાલજીભાઇ તથા હિતેન્દ્રસિંહ મનુભા દ્વારા કરવામાં આવી હતી.




Latest News