મોરબીમાં પુસ્તક પરબ ખાતે બાળસાહિત્યકાર કવિ સંગી નું કરાયું સન્માન
SHARE






મોરબીમાં પુસ્તક પરબ ખાતે બાળસાહિત્યકાર કવિ સંગી નું કરાયું સન્માન
મોરબીમાં ઓમ શાંતિ વિદ્યાલય ખાતે દર માસના પ્રથમ રવિવારે પુસ્તક પરબનું આયોજન કરવામાં આવે છે જેમા તાજેતરમાં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા જેમના બાળકાવ્ય સંગ્રહ 'પાંખ મળે તો...' પુસ્તકને 2022ના વર્ષનું બાળસાહિત્યના શ્રેષ્ઠ પુસ્તકનું દ્વિતીય પારિતોષિક પ્રાપ્ત થયું છે અને સાહિત્યના ક્ષેત્રમાં મોરબીનું નામ ઉજ્જવળ કર્યું છે એવા કવિ સંજય બાપોદરિયા 'સંગી'નું પુસ્તક પરબ ટીમ દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે મનનભાઈ બુદ્ધદેવ, ઘનશ્યામભાઈ ડાંગર, ડૉ. સતીશ પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષભાઈ ભટ્ટ, શૈલેષ કાલરીયા, ડૉ. અમૃત કાંજિયા, ઓમ શાંતિ સ્કૂલના પ્રિન્સિપાલ સંજય વીરડિયા સહિતના લોકો હાજર રહ્યા હતા


